પંચમહાલ જીલ્લામા મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમના સમારકામની કામગીરી કરવાની હોવાની ડેમને ખાલી કરવા માટે પાણી છોડવામા આવ્યુ હતુ જેને લઈને મોરવા પાસે પાનમ નદીમા પાણીનો પ્રવાહ વધી જતા નદીમાં મંડપ ધોવાનુ કામ કરનારા, કપડા ઘોવા આવેલા, કેટલાક ઈસમો ફસાઈ ગયા હતા. ઈસમો પાનમ નદીમાં ફસાયા હોવાની જાણ થતા તંત્ર અને પોલીસનો કાફલો નદી પાસે દોડી આવ્યો હતો. ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ દોડી આવ્યા હતા. મોરવા હડફ પોલીસના પીએસઆઈ તેમજ નિમિષાબેન સુથારના બોડીગાર્ડે જાનની પરવા કર્યા વિના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને નદીના પાણીમાં ફસાયેલા તમામ લોકોને સહીસલામત રીતે બચાવી લીધા હતા.
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામા ખેડુતોની જીવાદોરી સમાન હડફ ડેમ આવેલો છે. આ ડેમનુ સમારકામની કામગીરી કરવાની હોવાની કારણે ડેમવિભાગ દ્વારા તેને ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. જેના કારણે દરવાજા સહીતના ભાગોમાં રબરસીલ સહીતના ભાગોને બદલી શકાય છે, હડફ ડેમમાંથી પાણી ખાલી કરવા માટે ડેમના બે દરવાજા ખોલવામા આવતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો પણ આ પ્રવાહ અન્ય લોકો માટે આફતરૂપ બન્યો હતો. મોરવાહડફ પાસે આવેલી પાનમનદીમાં છોડાયેલા પાણીને કારણે નદીમા મંડપ ધોવા આવેલા જેટલા લોકો ફસાઈ ગયા હતા અને તેઓ એક પથ્થરની શીલા પર ઉભા રહી ગયા હતા. નદીમાં લોકો ફસાયા હોવાની જાણ તંત્રના થતા એસડીએમ સહીતના અધિકારીઓ તેમજ મોરવા હડફ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. મોરવા હડફના ધારાસભ્ય અને રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા નિમિષાબેન સુથારના સુરક્ષાગાર્ડ ઘનશ્યામભાઈ તડવી અને મોરવા હડફના પીએસઆઈ એચ.જી.ભરવાડે પોતાના જીવની ચિંતા કર્યા વિના પાનમનદીના ધસમલતા પ્રવાહમાં ઝંપલાવી દીધુ હતુ અને અન્ય પોલીસ કર્મીઓની મદદથી રબર ટ્યુબ, દોરડાનો ઉપયોગ કરીને પાણીમાં ફસાયેલા લોકોને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. પોતાનો જીવ બચી જતા ફસાયેલા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.
મોરવા હડફ રાજુ સોલંકી