30 ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા ડાકોર અને ઉમરેઠ તાલુકાના થામણા મુકામે તારીખ 15 મે 2022 થી 24 મે 2022 સુધી દસ દિવસીય CATC – 1 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલી વિવિધ સ્કૂલ અને કોલેજના એનસીસી કેડેટ એ ભાગ લઇ તાલીમ લીધી હતી. 30 ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા વિવિધ સ્કૂલ અને કોલેજના એનસીસી કેડેટને ડ્રીલ,વેપન ટ્રેનિંગ, ઓપસ્ટિકલ, જજીગ ડિસ્ટન્સ, મેપ રીડિંગ જેવી તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે વિવિધ પ્રકારની રમતો સાંસ્કૃતિક કાર્યક્રમો જનજાગૃતિ અભિયાન સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
CATC – 1 કેમ્પના પૂર્ણાહુતિમાં 30 ગુજરાત એનસીસી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ કિરીટ નાયર અને સૂબેદાર મેજર તથા થામણા ગ્રામ પંચાયતના સરપંચના વરદ હસ્તે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલા એનસીસી કેડેટને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 30 ગુજરાત એનસીસી બટાલિયનનાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ કિરીટ નાયરએ CATC – 1 કેમ્પનું સુદર આયોજન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : ૩૦ ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા દસ દિવસીય કેમ્પ યોજાયો.
Advertisement