પંચમહાલ જિલ્લામાં આવેલ હાઉસીંગ તથા હાઉસીંગ સર્વિસીસ સોસાયટીના હોદ્દેદારોને જણાવવામાં આવે કે, ગુજરાત સહકારી મંડળી અધિનયમ-૧૯૬૧ ની ૮૪(૧) હેઠળ ઓડીટ કરાવવું ફરજિયાત છે. તો જે હાઉસીંગ મંડળીઓના છેલ્લા ત્રણ વર્ષ કે પાંચ વર્ષથી વધુ સમયના ઓડીટ બાકી હોય તેવી હાઉસીગ મંડળીઓના ઓડીટ કરાવવા અંગે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ,(હાઉસીંગ),ગોધરાની કચેરી દ્વારા તા. ૨૮/૦૫/૨૦૨૨ તથા ૨૯/૦૫/૨૦૨૨ દિન-ર જાહેર રજાના દિવસોમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ તો જે હાઉસીંગ મંડળીઓના ઓડીટ બાકી હોય તેવી મંડળીઓના ચેરમેનશ્રી/સેક્રેટરીશ્રીઓને તાત્કાલિકઅત્રે કચેરીનો સંપર્ક કરી સમય ૧૧.૦૦ થી ૬.૦૦ સુધીમાં ઉપરોક્ત દર્શાવેલ તારીખોમાં ઓડીટ કામગીરી પૂર્ણ કરાવી લેવા જણાવવામાં છે જો તેમ કરવામાં કસૂર થશે તો સદર મંડળીના હોદ્દેદારો સામે સહકારી કાયદાની કલમ-૧૦૭ તથા કલમ-૨૦ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સખ્ત નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. કેમ્પનું સ્થળ-ઓડીટર ગ્રેડ-૧ સહકારી મંડળીઓ કચેરી, ત્રીજે માળે, ગોધરા જિ. પંચમહાલ તો ઓડીટ કરાવી લેવા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ,(હાઉસીંગ) ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી