Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઇ.

Share

પંચમહાલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન-૨, કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

આ બેઠકમાં કલેક્ટર એ જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.

Advertisement

જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર દ્રારા રજૂ થયેલાં વરસાદી પાણી નિકાલ, કંપનીમાં નોકરી કરતા કામદારો, જમીન માપણી અને શિક્ષણ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા હિમાંશું સોલંકી, અધિક નિવાસી કલેકટર એમ.ડી.ચુડાસમા, પ્રયોજના વહીવટદાર ભગોરા અને ડીઆરડીએ ડાયરેક્ટર તબીયાર, પ્રાંત અધિકારીઓ, તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે નજીવી બાબતે મારામારી કરતાં મારનો ભોગ બનનારે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

માંગરોળના વસરાવી ગામેથી ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

કરજણના નવી નગરી પાસે આવેલ ઝાડીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!