Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ગોધરામા પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધશે ઘોડેસવારીની તાલીમ, જાણો.

Share

ગોધરા શહેર પોલીસ દળની માઉન્ટેડ શાખા દ્વારા શહેર પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના પ્રોત્સાહનથી લોકોને અશ્વચાલનની તાલીમ મળી રહી તે માટે ચેતક હોર્સ રાઈટિંગ સ્કુલનું ઉદ્દઘાટન કરી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેમા નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણા, હિમાલા જોષી સહિત પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતમાં રીબીન કાપી ચેતક હોર્સ રાઈટિંગ સ્કુલને ખુલ્લી મૂકવામાં આવી હતી ખૂબ જ વાજબી ગણાય એવા દરે આ તાલીમ આપવામાં આવશે.

કાયદાનું પાલન કરાવતી પોલીસ ક્યારેક સખત પણ બનતી હોય છે. જેના કારણે કેટલાક લોકોમાં પોલીસનો ડર રહેતો હોય છે. જોકે ખરેખર તો પોલીસ તંત્ર તો પ્રજા માટે સંકટ સમયની સાંકળ સમાન છે. પોલીસ અને પ્રજાને એકમેકના પૂરક બનાવવા સુરક્ષા સેતુ હેઠળ ગોધરા શહેર પોલીસે   ઘોડેસવારીની તાલીમ માટે ચેતક હોર્સ રાઈટિંગ સ્કુલનું ઉદ્દઘાટન કરી તાલીમ વર્ગો શરૂ કર્યા હતા. ગોધરા પોલીસના અશ્વ દળ પાસે હાલમાં રતન, પવન, નૂતન, રાજનસ, ઝૂલિયો, નામ અશ્વ છે જેના દ્વારા જાહેર જનતા અને વિદ્યાર્થીઓને ચેતક હોર્સ રાઈટિંગની તાલીમ આપવામાં આવશે.

અશ્વતાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે. એટલું જ નહિ  ઘોડેસવારી વ્યક્તિને રોમાંચની સાથે શિસ્ત, સંયમ અને સજ્જતાની પણ અનુભૂતિ કરાવે છે. ફિલ્મના પડદે નાયક કે નાયીકાના ઘોડેસવારીના દ્રશ્યો રોમાંચ જગાવે છે. ફિલ્મના હિરોની જેમ ઘોડેસવારી આવડે તેવી ઈચ્છા યુવાનો-વિદ્યાર્થીઓ હોય પરંતુ અશ્વારોહણની તાલીમ બધા મેળવી શકતા ન હતા. હવે આ સ્થિતી બદલાશે અને મોટી સંખ્યામાં યુવાનો તાલીમ મેળવી શકશે. ત્યારે આજ રોજ ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચેતક હોર્સ રાઈટિંગ સ્કૂલના કવરેજ કરવા માટે ગયેલા રિપોર્ટર એ પણ ઘોડેસવારી નો લ્હાવો લીધો હતો જેમાં ઉદય ગુજરાતના તંત્રી સુમેશ શાહ એ ઘોડે સવારીનો લાભ લીધો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લાનાં 9 દર્દીઓ સાજા થતાં, તમામને આરોગ્ય વિભાગે ઘર સુધી પહોંચાડયાં હતાં.

ProudOfGujarat

આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રકટર અને સ્ટોર કીપરને 4200 ગ્રેડ પે આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

ProudOfGujarat

ભરૂચ : વેસદડા ગામના 250 થી વધુ લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!