પંચમહાલના કાલોલમાં નજીવી બાબતે લગ્નના વરઘોડામાં બોલાચાલી થતા પથ્થરમારાની ઘટના બની હતી, જેને લઇને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો.
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે ગઈકાલે મોડી સાંજે લગ્નનો વરઘોડો ડી.જે. સાથે નિકળી રહ્યો હતો ત્યારે નજીવી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ બન્ને જૂથો સામસામે આવી ગયા અને પથ્થરમારો કર્યો હતો. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમણે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાલોલ પોલીસને પથ્થરમારાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી પથ્થરમારાની પરિસ્થિતીને કાબુમાં લીધી હતી. સમગ્ર બાબતની જાણ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાલોલ પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરેલ છે. પોલીસે અસામાજિક તત્વોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પથ્થરમારામાં વરરાજાના પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : કાલોલ ખાતે લગ્નના વરઘોડામાં ડી.જે વગાડવાની બાબતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થતા ઇજા.
Advertisement