Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલની હાલોલ GIDC માં JCB પ્લાન્ટની બ્રિટનના પ્રધાનમંત્રી એ લીઘી મુલાકાત.

Share

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બે દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે તો એ ભારત પ્રવાસની શરૂઆત પંચમહાલની હાલોલ ખાતેની જીઆઇડીસી ના જેસીબી પ્લાન્ટની ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન જેસીબી કંપનીના કર્મચારીઓ સાથે મુખ્યમંત્રી અને ગુજરાતના મહેમાન બનેલા યુકેના વડાપ્રધાને વાર્તાલાપ કર્યો હતો. યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન એ જેસીબી મશીનમાં બેસીને તેનું ટેસ્ટિંગ કર્યું હતું ત્યારબાદ બોરિસ જોન્સન ગાંધીનગરના અક્ષરધામની પણ મુલાકાત લેશે. તેઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કર્યું હતું. ગુજરાતની મુલાકાત પૂર્ણ કરી તેઓ સાંજે હવાઈ માર્ગે દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ વાતચીત કરવાના હોય તેવું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

કપડવંજમાં ત્રણ વ્યક્તિઓને વિજ કરંટ લાગતા એકનુ મોત, જ્યારે બે લોકો સારવાર હેઠળ

ProudOfGujarat

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500 થી વધુ કેસો

ProudOfGujarat

પાલેજ જી.ઇ.બી દ્વારા ઉભું કરવામાં આવેલ ટી.સી હાલ ચોમાસા બાદ પણ લોખંડના પોલ નીચે વરસાદી પાણી ભરાયેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!