Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુમ થયેલાઓના પરીવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ

Share

નાયબ પોલીસ અધિક્ષક મહાનીરીક્ષક એમ.એસ.ભરાડા ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ-ગોધરા તથા ના.પો.અધિ એચ.એ.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પો.ઇન્સ્પેકટર એમ.એસ.પલાસ હાલોલ સર્કલ નાઓની સુચના આધારે તા. ૦૨/૦૪/૨૦૨૨ થી તા ૧૬/૦૪/૨૦૨૨ સુધી ચૈત્રી નવરાત્રી ચાલુ થયેલ હોય અને પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ હતો અને માચી તંબુ ખાતે મીસીગ સેલ તથા પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામા આવેલ હતો અને આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામા શ્રધ્ધાળુઓ આવતા હોય ભીડભાડ થતી હોય બાળકો, મહિલા, વૃધ્ધો તેમના પરીવારથી વિખુટા પડી જવાના બનાવો બનતા હોય છે. જેથી કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે મીસીંગ સેલ તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત પેટ્રોલીંગ રાખવામા આવેલ છે. અને આર.જે.જાડેજા પો.સ.ઇ પાવાગઢ તથા મીસીંગ સેલના પોલીસ માણસો દ્વારા બાળકો કુલ- ૫૩ તથા પુરુષ/મહિલા/વૃધ્ધો – ૨૫ મળી કુલ- ૭૮ ગુમ થયેલાઓને તેમના પરીવાર સાથે મિલન કરાવવામા આવેલ છે. અને ચૈત્રી દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામા આવે છે અને ગુમ થયેલા બાળકો તથા મહિલા અને વૃધ્ધોને તેમના પરીવાર સાથે મિલન કરાવી પાવાગઢ પોલીસ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમ્યાન સરાહનીય કામગીરી કરેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગૌ વંશનું કતલ કરીને પોતાના ઘરેથી વેચાણ કરતાં બે આરોપીઓની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

જીવદયા અંગેનુ અનોખું ઉદાહરણ, એન્જીનીયરે બીમાર શ્વાન માટે લાગણી દર્શાવી..જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!