Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાએ ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું.

Share

પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું હતું. જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઑફ બરોડા દ્વારા રિઝર્વ બેન્કના નિર્દેશ અનુસાર આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષ માટે રૂ. ૧૫૧૯/- કરોડનો ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અનુસાર જિલ્લાની બધી બેંકો નિર્ધારિત લક્ષ્યોની પ્રાપ્તિ માટે ધિરાણનું આયોજન કરે છે. આ પ્લાનનું વિમોચન જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના વરદ હસ્તે બેન્ક ઑફ બરોડાના સહાયક મહાપ્રબંધક આદિત્યકુમાર કનૌજીયા, લીડ ડિસ્ટ્રીકટ મેનેજર સત્યેન્દ્રકુમાર રાવ, બી.એસ.વી.એસ. ડાયરેક્ટર દેવીદાસ દેશમુખ અને નાબાર્ડના ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજર રાજેશ ભોંસલેની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનમાં કૃષિક્ષેત્રે રૂ.૯૫૦ કરોડ, નાના ઉદ્યોગ ક્ષેત્રે રૂ. ૨૭૧ કરોડ તથા અન્ય ક્ષેત્રોમાં રૂ. ૨૯૮ કરોડના ધીરાણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. જે સિધ્ધ કરવા જિલ્લાની તમામ બેંકોને જિલ્લા કલેક્ટર એ અનુરોધ કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

राजकुमार हिरानी ने नरगिस दत्त के रूप में मनीषा कोइराला के नवीनतम पोस्टर के साथ बताया फ़िल्म के शीर्षक “संजू” का अर्थ!

ProudOfGujarat

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં 125 ગામોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું પ્રચંડ સમર્થન.

ProudOfGujarat

નર્મદા અને વડોદરા જીલ્લાને જોડતાં રંગ સેતુ (પોઈચા) બ્રિજ સમારકામ અર્થે એક માસ માટે સંપૂર્ણ બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!