Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરાના પીઆઈ હસમુખ સિસારાની બદલી એકાએક અમદાવાદ ખાતે થતા પ્રજામાં અને સોશિયલ મિડિયામાં ગણગણાટ

Share

વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ)

પોલીસ પ્રજાનો મિત્ર હોય છે એ વ્યાખ્યા સાચા અર્થમા ત્યારે જ સાબીત થાય જ્યારે પોલીસ ખરા અર્થમાં પ્રજાને મિત્ર બની રહે. અને પોલીસની કામગીરીને પ્રજા વખાણે.શહેરાના જ પીઆઈ હસમુખ સિસારાની બદલી અમદાવાદ ખાતે થઈ જતા શહેરા નગર તેમજ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની પ્રજામા નારાજગી જોવા મળી રહી છે . બદલી થયાના સમાચાર ફેલાતા જ સોશિયલ મિડીયા ઉપર અનેક મેસેજો ફરતા થયા , પોસ્ટ પણ થયા હતા અને કોમેન્ટો પણ થવા લાગીહતી. શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ હસમુખ સિસારાએ ચાર્જ સંભાળ્યો ત્યારથી શહેરાની પ્રજામા સારી એવી લોકચાહના પ્રાપ્ત કરી હતી.ત્યારે બે નંબરનો ધંધો કરનારા પણ ભુગર્ભમા ઉતરીકર્યા હતા.તેમના દ્વારા બહુચર્ચિત કરોડો રુપિયાનું ખેતતલાવડી કૌભાંડનેબહાર લાવી ને ખેડુતોની અરજીને લઈને અધિકારી, કર્મચારી,એજન્ટો સામે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.શહેરા તાલુકાની પ્રજાએ તો હસમુખ સિસારાને ‘‘ શહેરાના સિંઘમ’’ ઉપનામ પણ આપી દીધુ હતું. ત્યારે હાલ આ તપાસ ચાલી રહી હતી ત્યારે હસમુખ સિસારાની બદલીને કારણે શહેરા નગર અને પ્રજામા ચોકકસ એક પ્રકારનૂં નારાજગીનુ મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ફરજ બજાવતા હસમુખ સિસારાની અમદાવાદ ખાતે બદલી કરી દેવામા આવી છે. બદલીના સમાચાર વાયુવેગે શહેરા નગર અને તાલુકામા પ્રસરતા કેટલાક લોકોમા ભારે નારાજગી જોવા મળી હતી. શહેરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા તેમને શહેરાનગર અને તાલુકામા કાયદો અને વ્યવસ્થા સ્થિતીને નિયંત્રીત કરવામા હસમુખ સિસારા સફળ રહ્યા હતા. ત્યારે શહેરાનગરમા રાત્રીના સમયે બાઈકો લઈ આટાફેરાકરી ખાતા,અડ્ડો જમાવીને બેસીરહેતા કેટલાક અસામાજીક તત્વો પણ તેમની બીકથી ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. ત્યારે બે નંબરી ધંધા કરનારા તત્વોઓ પણ ભુગર્ભમા ચાલ્યા ગયા હતા. હજુ તો તેમના કાર્યકાળને એક વર્ષ પણ પુરૂ થયુ નથી પણ શહેરા તાલુકાની પ્રજામા સારી એવી લોકચાહના ઓછા સમયમા પ્રાપ્ત કરી જાણે હ્રદયમા વસાવી લીધા હતા. શહેરા તાલુકાની પ્રજાએ ” શહેરાના સિંઘમ” તેવું ઉપનામ પણ આપી દીઘુ હતું.
ત્યારે સોશિયલ મિડીયા ઉપર તેમની બદલીને લઈનેઅનેક મેસેજો તેમજ કોમેન્ટો થવા લાગી હતી. જેમા મેસેજો લખવામા આવ્યા હતા કે એક યુઝર્સે લખ્યું” પ્રજાના મસિહા હતા,એક સારા અધિકારીની બદલી આપણા માટે દુઃખદ બાબત. આવા અધિકારીની શહેરાની પ્રજાને ખોટ સાલશે,” બીજા એક યુઝર્સે લખ્યું છે કે “ભાઈ શહેરા મા સારા અધિકારી ઓ ટકતા નથી કે ટકવા દેતા નથી? ” તો ત્રીજાએક યુઝર્સે લખ્યું છે કે “ઈમાનદારીની ગિફ્ટ આવી હોય.?” તો અન્ય એક યુઝર્સે લખ્યુંછે કે ” પ્રામાણિક ઓફિસર હતા એટલે બદલીથઈ હશે.” એક અન્ય યુઝર્સે લખ્યું હતું “મારી ગુજરાત સરકારનેઅપીલ કરુ છું શહેરા ગામ અને તાલુકા ના હિત માટે પીઆઈ એચ વી સિસારા સાહેબ જેમનો અચાનક બદલીનો ઓર્ડર સરકારતરફથી થયેલ તે ઘણો આઘાતજનક છે શહેરાની શાંતિ માટે ફેરવિચારણાકરવામા આવે તેવી મારી નમ્ર અપીલ છે. ” આવા વિવિધ મેસેજો સોશિયલ મિડિયામા વહેતા થયા હતા.
હાલમા ખેતતલાવડીના કરોડો રુપિયાનું કૌભડ મામલે ખેડુતોની અરજી તેમજ ફરિયાદ લઈને કોઈ શેહશરમ રાખ્યા વગર આરોપીઓ સામે તપાસનો ધમધમાટ શરુ કરવામા આવ્યો હતો. ત્યારે ધોમધખતા તાપમા પણ જે ગામોના ખેડુતો ભોગ બન્યા હતા તેમના નિવેદનો લીધા હતા.હસમુખ સિસારાની આ કામગીરી ભોગ બનનાર ખેડુતો ને સ્પર્શી ગઈ હતી.આમ હસમુખ સિસારાની બદલી થવાના કારણે શહેરાનગર અને પ્રજામા એક ચોક્કસ પ્રકારનો ગણગણાટ વ્યાપ્યો છે. સાથે લોકચર્ચાઓ શહેરાપંથકમા થઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ઝધડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

અરવલ્લી-ભિલોડાના અઢેરા ગામમાં જોવા મળ્યો ૧૦ ફૂટ લાંબો અજગર….

ProudOfGujarat

લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગોકુળ આઠમની રથયાત્રા યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!