શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા (માતૃ સંસ્થા) હાલોલ એકમની પ્રથમ કારોબારીની બેઠક કલરવ સ્કુલ હાલોલ ખાતે મળી હતી. જેમાં મોટી સંખ્યામાં નિમાયેલા બ્રહ્મ હોદ્દેદારો, મહિલાઓ, યુવાઓ તેમજ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. હાલોલ નગર ખાતે મળેલી આ પ્રથમ કારોબારીમાં હાલોલ તાલુકા એકમ પ્રમુખશ્રી હાર્દિકભાઈ જોશીપુરા, ગુજરાત પ્રદેશ મંત્રી શરદભાઈ પંડયા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કલ્પનાબેન જોષીપુરા (રાજ્યકક્ષા મહિલા સંયોજક), જીલ્લા પ્રમુખ જવાહરભાઈ પી. ત્રિવેદી, જિલ્લા મહિલા પ્રમુખ મીનાક્ષીબેન પંડયા, જીલ્લા મહામંત્રી સંકેત પંડ્યા, હાલોલ એકમ મહિલા પ્રમુખ જીગ્નાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા (માતૃ સંસ્થા) હાલોલ એકમના વિવિધ હોદ્દેદારોને નિમણુંક આપી જાહેરાત કરવામાં આવી હતી. હાલોલ ખાતે મળેલી આ પ્રથમ બ્રહ્મ કારોબારીમાં સંગઠનને મજબૂત બનાવવાની માહિતી જવાહરભાઈ પી. ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી. વધુમાં હાલોલ એકમ દ્વારા સંસ્કૃત સ્કુલ, લગ્ન વિષયક માહિતી, ગુગલ ફોમ તેમજ ચૈત્રી નવરાત્રીમાં વિશામાનો કાર્યક્રમ ઉપરાંત તા. ૨૩- ૩-૨૦૨૨ ને બુધવારના રોજ ધ કાશ્મીર ફાઈલ્સ પીકચર શોનું વિના મુલ્યે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) હાલોલ એકમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં પંચમહાલ જિલ્લા માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગના આચાર્ય સવગંઁના પ્રમુખ તરીકે મેહુલભાઈ સેવકની નિમણૂક થવા બદલ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ હાલોલ એકમ દ્વારા અભિનંદન આપ્યાં હતાં. જીલ્લા આઈ ટી સેલ દ્વારા આગામી સમયમાં વિવિધ સરકારી યોજનાકીય માહિતી અને લાભ વધુમાં વધુ બ્રાહ્મણ સમાજના લોકોને મળે તેવુ આયોજન કરવામાં આવશે. આમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા (માતૃ સંસ્થા) હાલોલ એકમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી