Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકાના ધામણોદ ગામથી પાંચમા તબક્કાનાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ.

Share

વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાનાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનાં વરદહસ્તે આજે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન-2022 નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરા તાલુકાનાં ધામણોદ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવતા ઉપાધ્યક્ષ એ જણાવ્યું હતું કે 31 મી મે સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત જિલ્લામાં રૂ.650 લાખનાં ખર્ચે 552 જળસંચયનાં કાર્યો હાથ ધરવામાં આવશે. રાજ્યનાં દરેક ખૂણાનાં નાના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવાનાં સરકારનાં પ્રયાસો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં જળસંચયનાં કાર્યો લોકભાગીદારીથી કરવા માટે એન.જી.ઓ ઉપલબ્ધ નથી ત્યાં તળાળ ઉંડા કરવા સહિતનાં જળસંચયનાં કાર્યો માટે સરકાર 60 ટકાનાં બદલે 100 ટકા રકમ ફાળવવા માટે મંજૂરી આપી છે, જેનો લાભ શહેરા તાલુકાનાં 45 થી વધુ ગામોને મળવાનો છે.

શહેરા તાલુકા સહિત જિલ્લામાં પાણીની સુવિધા અને સિંચાઈની સુવિધાઓ વિષયક કાર્યોનો ચિતાર આપતા તેમણે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા જળસંચયના કાર્યોના પરિણામે બહેનોને આજે પાણીનાં બેડાનાં ભારમાંથી મૂક્તિ મળી છે. નળ સે જળ અભિયાન અંતર્ગત શહેરા તાલુકામાં જ 100 કરોડનાં ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતનાં દરેક નાગરિકને સરકાર ઘરેબેઠા નળથી પાણી આપશે. આ જળ અભિયાન દ્વારા ગુજરાતના નાના-નાના ગામડાઓની સાથે પાણીની જરૂરીયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરીયાતને પૂર્ણ કરવા સબંધિત વિસ્તારોમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે, તેમ જણાવી સરકારના જળ અભિયાનનાં અભિનવ યજ્ઞકાર્યને લોકસહયોગ દ્વારા વેગ આપવા અનુરોધ કર્યો હતો.

એક સમય એવો હતો કે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું પરતું તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીના સંકટનાં નિવારણ માટે ગામે-ગામે જળસંચયનો વિચાર અમલમાં મુક્યો, ગામમાં ચેક ડેમ, ખેત તલાવડીનું નિર્માણ, બોરીબંધ જેવા કાર્યોથી ગામનું પાણી ગામમાં રહે તેવી સુદ્દ્રઢ જળ વ્યવસ્થા કાર્યરત કરી. જળ અભિયાનથી કૂવા-તળાવોના જળ સ્તર ઉચા આવ્યા છે, જેને લીધે ખેડૂત બારેમાસ ખેતીના પાક લઇ શકે છે, તો વળી જળ સંચયનાં કામો આરંભાતા આદિજાતિ વિસ્તારોમાં મનરેગા થકી રોજગારીના નવા અવસરો ઉભા થયા છે.

સુજલામ સુફલામ અભિયાન-2022 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા 250 તળાવો ઉંડા કરવાનાં, 150 ચેકડેમ ડિસીલ્ટીંગ કરવાનાં, 20 નહેરની સફાઈ કરવાનાં, 35 વન તલાવડી બનાવવાનાં કામો, 5 નદીઓને પુનઃજિવીત કરવાનાં કામ તથા 60 ચેકડેમ મરામતનાં કામો, 30 ટાંકી/સંપ/ઈન્ટેક સ્ટ્રક્ચર, કાંસ સાફ-સફાઈ, વોટર ડ્રેઈનેજની સાફસફાઈનાં કામ મળી કુલ 552 કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી આશરે 30 લાખ ઘનફૂટ વધારાનાં પાણીનો સંગ્રહ થવા પામશે. આ કાર્યો માટે રૂ.650 લાખનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ કાર્યોથી આશરે 2600 માનવદિન જેટલી રોજગારી પણ ઉત્પન્ન થશે. વર્ષ 2018 માં જળસંચયનાં 1382, વર્ષ 2019માં 447, વર્ષ 2020 માં 396, વર્ષ 2021 માં 553 મળીને જિલ્લામાં કુલ 3078 કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેનાં પગલે 16 હજાર કરતા વધુ માનવદિનોની રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે. આ અગાઉ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી અને ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. કાર્યક્રમમાં સુજલામ-સુફલામ જળ અભિયાન અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દશન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કાર્યપાલક ઈજનેર એસ.પી. પટેલે શાબ્દિક સ્વાગત અને કાર્યપાલક ઈજનેર પાનમ સિંચાઈશ્રી વી.આર. તલારે કાર્યક્રમની આભારવિધી કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતી ચેરમેન, આરોગ્ય સમિતીનાં ચેરમેન સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદના સરભાણ ખાતે સગીરા સાથે રેપ વિથ મર્ડરનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચની સાધના વિધાલય ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા નિવૃત શિક્ષકનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ-સોનીની ચાલી પાસે એક વ્યક્તિ પાસે થી બાઇક પર આવેલ બે વ્યક્તિઓએ લાખ્ખો ની મત્તા ની લૂંટ કરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!