સમસ્ત ક્ષત્રિય સમાજ પંચમહાલ દ્વારા સમાજમાં એક થઈ સંગઠીત બને તે માટે શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે એક ભવ્ય મહારેલીનુ આયોજન આગામી ૨૨ માર્ચના રોજ કરવામા આવી રહ્યુ છે. જેને લઈને મહારેલીના કાર્યક્રમને સફળ બનાવા માટે આયોજકો દ્વારા રાતદિવસ એક કરી રહ્યા છે. વાઘજીપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી આ મહારેલીનુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં ક્ષત્રિય એકતા જીંદાબાદના જય ઘોષ સાથે પ્રસ્થાન કરાવાશે.
આ મહારેલીની વિશેષતામા બાવનગજની એક ભવ્ય ધજા રહેશે જે મહારેલી ખેડા જીલ્લા પ્રસિધ્ધ યાત્રાધામ એવા ફાગવેલ ખાતે ક્ષત્રિયવીર સુરા ભાથીજી મહારાજના મંદિરે આ બાવનગજની ધજા ચઢાવામા આવશે. આ મહારેલીમાં શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા સહીત અન્ય જીલ્લાઓમાથી પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ મહીલાઓ ઉમટી પડશે સાથે મહારેલીને લઇને શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટરો પણ લગાવામા આવી રહ્યા છે.
પંચમહાલ