Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન પર બાઇક રેલી યોજાઇ.

Share

પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન પર બાઇક રેલી કાઢી જનજાગૃતિ અભિયાન પર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આજરોજ ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણાના નેતૃત્વમાં ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન પર લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ગોધરાના એસઓજી પોલીસ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતના કર્મચારીઓ સાથે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર પોસ્ટર બેનર સાથે બાઇક રેલી યોજી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગોધરા શહેરમાં ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન હેઠળ ડ્રગ્સની બદીને નેસ્તો નાબૂદ કરવા માટે પંચમહાલ પોલીસ દ્વારા ” Say YES to LIFE NO to DRUGS PLEDGE ” અભિયાન હેઠળ પોસ્ટર બેનર લઈ ગોધરાના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજી. જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નશો માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો, વ્યક્તિના કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને પણ બરબાદ કરે છે. યુવાનોમાં નશો ગુટખા કે દારૂથી આગળ વધીને ગાંજો, ભાંગ, હેરોઈન, કોકેઈન, ચરસ, સ્મેક અને ડ્રગ્સ સુધી પહોંચ્યો છે. પંજાબ જેવા કેટલાંક રાજ્યોમાં જ ફેલાયેલું આ દૂષણ હવે દેશના ખૂણે ખૂણે ફેલાયું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ગોધરા શહેરમાં ડ્રગ્સ સેવન અને નશા નાબૂદી અભિયાન હેઠળ બાઇક રેલી કાઢી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ચાવજ રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મૃત્યુ

ProudOfGujarat

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

ProudOfGujarat

સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!