રશિયાના હુમલાથી બચવા માટે યુક્રેનના હજારો લોકો પાડોશી દેશ પોલેન્ડ તરફ પલાયન કરી રહ્યા છે. જેના પગલે યુક્રેન અને પોલેન્ડની બોર્ડર પર હજારો લોકોનો જમાવડો થયો છે. વાહનોની 40 કિમી લાઈનો પડી છે અને આ બોર્ડર પર પહોંચનારામાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ત્યારે યુક્રેનમાં આવેલ ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ કરતા વિદ્યાર્થી આજે ટેર્નોપિલથી પોલેન્ડ બોર્ડર તરફ જવા રવાના થયા હતા અને હવે જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ સહિત પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા છે ત્યારે પોલેન્ડવાળા ઈન્ડિયન વિદ્યાર્થીઓને પોલેન્ડની બોર્ડર પર જવા માટે પરમીશન આપતા નથી જેને કારણે વિદ્યાર્થીઓ રસ્તામાં હેરાન પરેશાન થઈ ગયા છે, પોલેન્ડવાળા ફરીથી ઈન્ડિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાં જવા માટે મજબૂર કરી રહ્યા છે જેના કારણે ઈન્ડિયન વિદ્યાર્થીઓને સહિત ગુજરાત રાજ્યમાં રહેતા દરેક માતાપિતામાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
આ ઉપરાંત યુક્રેનમાં આવેલ ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ કરતા વિદ્યાર્થી આજે સવારે અલગ અલગ એજન્ટ થૂ 40 થી 80 વિદ્યાર્થીઓ અલગ અલગ બસમાં પોલેન્ડ બોર્ડર તરફ રવાના થયા હતા પરંતુ ટ્રાફિકજામની સમસ્યા હોવાના કારણે દરેક વિદ્યાર્થીઓને 40 કિ.મી ચાર ચાર બેગ ઉઠાવી રસ્તા ઉપર ચાલવા મજબુર બન્યા હતા ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે અને કહી રહ્યા છે કે અમારું શું થશે. સરકાર તેમજ ઇન્ડીયન એમ્બેસીનો પણ સંપર્ક થશે કે નહીં વધારેમાં અહીં નેટવર્ક ન હોવાથી પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાઇ ગયા છે જેથી કરીને સરકાર તેમજ ઇન્ડીયન એમ્બેસી ફસાઈ ગયેલા ગુજરાત સહિત પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓની મદદ કરે તેવી વિનતિ કરી રહ્યા છે
પંચમહાલ રાજુ સોલંકી