Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : શ્રી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ એન્ડ જીનીગ પ્રેસિગ સોસાયટી લી. ખાતે આધુનિક જીનીગ પ્લાન્ટનું કરાયું ખાતમુહૂર્ત.

Share

પંચમહાલ જિલ્લાના ખેડુતપુત્ર માજી સાંસદ અને માજી મંત્રી પ્રભાતસિંહ પી. ચૌહાણ દ્વારા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પરસોત્તમ રૂપાલા કૃષિ મંત્રી ભારત સરકારને રૂબરૂ મળી પાંચ જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા શ્રી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ જીનીગ પ્રેસિગ સો.લી કપાસની જૂની મિલને માળખાકીય સુવિધાઓ ઉભી કરી આધુનિક જીનીગ ફેકટરી બનાવવા માટે રજુઆત કરી હતી. અને તેઓની સચોટ રજુઆતને માન આપી સરકારની આરકેવીવાય યોજના હેઠળ કોટન એન્ડ જીનીગ પ્રેસિગ યુનિટની મંજૂરી આપી હતી જેથી આજરોજ તેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ જીનીગ યુનિટને કાર્યરત કરવા સંસ્થાના વાઇસ ચેરમેન ગોપાલભાઈ પટેલ અને કમિટી સભ્યઓ દ્વારા ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડુત કલ્યાણ વિભાગના વખતોવખતના મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકત કરી આ સંસ્થાને ૧૦૦% સરકારી સહાય મળે તેવા પ્રયત્નો કરેલ હતા.પરંતુ સરકાર દ્વારા માત્ર ૫૦% સહાય આપવાની જોગવાઈ હોઈ કુલ પ્રોજેક્ટ ૬ કરોડ ૨૬ લાખ કોસ્ટના 50% લેખે રૂપિયા 3 કરોડ ૧૯ લાખની સહાય મજૂર કરવામાં આવી હતી. જે બદલ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સહિત સહકાર વિભાગના મંત્રીઓ, સાંસદ ધારાસભ્યઓનો સાથ અને સહકાર બદલ ગોપાલભાઇ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

આ ખેડૂતોની સંસ્થાને પુન: જીવિત કરવા માટે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરાએ ખેડૂતહિતને ધ્યાને લઈ લોનરૂપી સહાય આપેલ હતી. જે બદલ એપીએમસી ગોધરાના ચેરમેન વાઇસ ચેરમેન અને કમિટી સભ્યોનો ખેડૂતો વતી ઋણ સ્વીકારેલ પંચમહાલ જિલ્લામાં હાલ વિશાળ પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે અને એક પણ જીનીગ મિલ ન હોવાથી અન્ય જિલ્લામાં લાબુ અંતર કાપી જવું પડે છે. જેથી ખેડૂતોના સમય અને નાણાંનો વ્યય થાય છે. પોષણક્ષમ ભાવ મળતા નથી. લેભાગુથી છેતરાય છે અને ૨૦ કિલોએ રૂપિયા ૨૦૦ ની ખોટ ખેડૂતોને જાય છે. આ જીનીગ મિલ શરૂ થવાથી ખેડૂતોને સ્થાનિકમાં જ સાચા ભાવ, રોકડા નાણાં મળી શકશે અને ખેતીનો ખર્ચ ઓછો થવાથી ખેડૂતોની આવક વધશે અને ખેડૂતોની આવક બમણી કરવા સહિત તેમને આત્મનિર્ભર બનાવવા પણ આ જીનીગ મિલ મહત્વની ભૂમિકા ભજવશે.

Advertisement

આ શુભ પ્રસંગે માજી સાંસદ અને સંસ્થાના ચેરમેન પ્રભાતસિંહ પી. ચૌહાણ, વાઇસ ચેરમેન ગોપાલભાઈ પટેલ, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ, જીનીગના કમિટી સદસ્ય ચંદ્રસિંહ ડી.રાઉલજી, ખુમાનસિંહ યુ. ચૌહાણ, રયજીભાઈ પરમાર, ભુપેન્દ્રસિંહ રાઉલજી, ભાથીભાઈ પરમાર, દિનેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા વડોદરા સહીત સમગ્ર ગુજરાતના ખેડૂતોને જીનીગ ફેકટરીમાં સી.સી આઈ ની ખરીદ કેન્દ્ર શરૂ થશે. અને જિલ્લામાં એક મોટો ઉધોગ બનશે. જેનો લાભ સમગ્ર ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને મળી રહેશે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

– ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પેજ પ્રમુખો, કોર કમિટી અને સંચાલન સમિતિ સાથે ચૂંટણી બેઠક યોજી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાક દરમ્યાન કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

કોઠી વાંતરસા ગામે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ફાઇનલ માં આમોદ ઇલેવન નો વિજય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!