Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ માંચી ખાતે ખોદકામ કરતાં તોપગોળા-સીંગલ બેરલ જેવી બંદૂકના પુરાતત્વ અવશેષો મળ્યા.

Share

ઐતિહાસિક વિરાસતનો અમૂલ્ય ભંડાર કહેવાતા સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ માંચી ખાતે શ્રધ્ધાળુઓ માટે “ચાંચર ચોક” “બનાવવામાં શરૂ કરાયેલા ખોદકામ દરમિયાન ૧૬ મી સદીમાં ચાંપાનેરના યુધ્ધ જંગમાં ઉપયોગમાં લેવામાં આવેલ બારુદ સાથેના તોપના ગોળા અને જામગીરી આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ટ્રીગર સાથેની સીંગલ બેરલ બનાવટની બંદુકોનો ખજાનો બહાર આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત બની જવા પામ્યા હતા. એટલા માટે કે જે પ્રમાણે યુધ્ધ સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવતા પુરાતત્ત્વના અવશેષોનો જંગી જથ્થો ખોદકામ દરમિયાન બહાર આવતા એ જમાનામાં માંચી ડુંગર ખાતે શસ્ત્રાગાર હોવાની શક્યતાઓ આજના દ્રશ્યો જોયા બાદ ચર્ચાઓમાં વ્યક્ત થઈ રહી છે. જોકે પુરાતત્ત્વ અવશેષોનો અમૂલ્ય ભંડાર ખોદકામ દરમિયાન બહાર આવ્યો હોવાની ખબરો સાથે જ માંચી ખાતે દોડી ગયેલા પુરાતત્ત્વ વિભાગની ટીમ દ્વારા ખોદકામ બંધ કરવાના પ્રાથમિક આદેશો આપીને આર્કોલોજી વિભાગના ઉચ્ચ સત્તાધીશોને તાત્કાલીક અસરથી જાણ કરવામાં આવી હતી.

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ(માંચી) ખાતે જિલ્લા પંચાયત હસ્તકની મિલ્કતો અને જમીનો લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના એકશન પ્લાનમાં ગોધરા સ્થિત આર.એન્ડ.બી. કચેરી દ્વારા જર્જરીત મિલ્કતોના ડીમોલેશન બાદ માંચી ખાતે “ચાંચર ચોક” બનાવવા માટે શરૂ કરવામાં આવેલા ખોદકામ દરમિયાન સૈકાઓ સુધી ઐતિહાસિક ભૂમિમાં દટાઈ ગયેલ બારુદ ભરેલા ભારેખમ તોપ ગોળાઓ અને જામગીરી ચાંપવા માટે ઉપયોગમાં લેવાતી સીંગલ બેરલની બંદૂક આકારની ટ્રીગર સાથેની યુધ્ધ સામગ્રીઓનો જંગી જથ્થો બહાર આવતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી અને જોતજોતામાં લોકટોળાઓ આ યુધ્ધ સામગ્રીના જંગી જથ્થાને જોવા માટે એકત્ર થઈ ગયા હતા. અંદાઝે ૧૬ મી સદીમાં યુધ્ધનો સામનો કરવા માટે પાવાગઢ(માંચી) ખાતે શસ્ત્ર ભંડાર તૈયાર કરવામાં આવ્યો હશે.અને આ જગ્યાએથી તોપના ગોળાઓમાં બારુદ ભરીને લડાયક યોધ્ધાઓ સુધી પહોંચતો કરવાની વ્યૂહ રચનાઓ પાવાગઢ ડુંગર ઉપર કરવામાં આવી હોવાના ઈતિહાસના સાક્ષીરૂપે ઐતિહાસિક અને વ્યૂહ રચનાઓના ભાગરૂપે તોપોના પુરાતત્ત્વ દ્રશ્યો આજેપણ મોજુદ છે.ત્યારે પાવાગઢ(માંચી) ખાતે પેટાળમાંથી આજે બહાર આવેલા શસ્ત્રગાર આ પુરાતત્ત્વ અવશેષો એક પુરાતત્ત્વ વિભાગ માટે રસપ્રદ સંશોધનનો વિષય તો બનશે જ સાથોસાથ રસપ્રદ ઈતિહાસ પણ બહાર આવશે.!!

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દબાણ અને ભ્રષ્ટાચારના મામલે કલેક્ટરના હુકમોની ક્યાં થઈ અવગણના જાણો વધુ…

ProudOfGujarat

મહેમદાવાદ તાલુકાના રતનપુરા ગામ ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 9 થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!