સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે ઇતિહાસ વિભાગના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે “ઇતિહાસના દસ્તાવેજોની ઝાંખી અને વ્યાખ્યાન” અભિલેખાગાર વિભાગના પૂર્વ અધિક્ષક જીતેન્દ્ર વી. શાહ આર્કાઇઝ વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં 150 વર્ષથી પણ જૂના દસ્તાવેજોનું પ્રદર્શન પણ યોજાયુ હતું.
મોરવા હડફ તાલુકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન માલીવાડ તથા કોલેજના આચાર્ય કે.જી. છાયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. જેમાં ઐતિહાસિક દસ્તાવેજોનાં પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહી તેનો લાભ લીધો હતો. જીતેન્દ્ર વી.શાહ દ્વારા ગુજરાતના દેશી રાજ્યોના એ.ડી.એમ. રિપોર્ટ અને રાજચિન્હો તથા વિવિધ પ્રકારના ૨૫૦ થી વધુ દસ્તાવેજોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોનો આવકાર સ્વાગતગીત દ્વારા રજુ કરવામાં આવ્યું હતું તથા ઇતિહાસ વિભાગના વડા ડૉ. સુરેન્દ્ર બારીયા દ્વારા મહેમાનોનો પરીચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજેશભાઈ વણકર દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવેલું હતું. કાર્યક્રમ ઇતિહાસ વિભાગના વડા ડૉ. સુરેન્દ્રભાઇ બારીયા, તથા ડૉ. ઉવેશ શહેરાવાળા સહિત કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોરવા હડફ રાજુ સોલંકી