અમૃત મહોત્સવ યુવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત શહેરા તાલુકાના કાંકરી ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે કોવિડ વેકશીનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડો.વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કોરોના વેક્સિનેશન કાર્યક્રમમા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા અને પોતાને કોવિડ રસી મૂકાવી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા રસી મુકવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે હવે સરકાર દ્વારા શાળા -કોલેજમાં અભ્યાસ કરતા ૧૫-૧૮ વર્ષના વયજૂથના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને રસીકરણ આપીને કોરોના સામે સુરક્ષા આપવામા આવી રહી છે. હાલમાં કોવિડ રસી રસીકરણના અભિયાનની શરુઆતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement