પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના 19 મહામારીમાં મૃત્યુ પામનારના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય તાત્કાલિક ચુકવવાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર એન પટેલના નેતૃત્વમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પરમાર પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરીવાલા ઉપસ્થિતિમાં આંબેડકરજીની પ્રતિમા પાસે ભારે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે ગોધરા ગ્રામ્યના મામલતદારને આવેદન સુપ્રત કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક પ્રમાણે ચાર લાખ રૂપિયા ચૂકવી આપવા ઉગ્ર માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં મુત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપત્તિ વખતે રાહત સહાયતાના 400000 ચૂકવવાની માંગ કોંગ્રેસ પક્ષે covid-19 યાત્રા કાઢીને કરેલ જેને વ્યાપક સમર્થન અને સહયોગ મળતા સરકારને 50000 ચૂકવવાની ફરજ પડેલ પરંતુ ડિઝાસ્ટર નિયમ અને કોરોના દર્દી માટે ૫૦ હજારની રકમ ખૂબ જ નહીંવત હોય નિયમ પ્રમાણે ચાર લાખ રૂપિયા મળવા આવશ્યક અને જરૂરી હોય જે મળવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન મુજબ પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગ કરેલ જેમાં પંચમહાલ જિલ્લાના એસ.સી ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેશ હડીયલ, વકીલ આબિદ ભાઈ, લઘુમતી પ્રમુખ ઉસ્માન બેલી, મહિલા પ્રમુખ વીણા બેન, રાઠવા ઉમેશ શાહ, કાસમભાઈ ખોડા, ભારત બારીયા, જશવંત ચૌહાણ, અમીન મેદા, ઓવીસ કલંદર બળવંતભાઈ, પ્રકાશ બારોટ, હુસેન જીનવાલા, ફૈઝાન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારોએ હાજર રહી કોરોના પરિવારોને સહયોગ માટે માંગ કરી હતી.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી
ગોધરા : કોરોના મૃતકોના પરિવારને ચાર લાખ જેટલી આર્થિક સહાય આપવાની માંગ સાથે તંત્રને કોંગ્રેસનુ આવેદન.
Advertisement