Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

Share

દેશભરમાં આજથી 15 થી 18 વર્ષની વયજુથ ના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે યોગ્ય પ્રમાણમાં વેક્સિનેશન થઈ શકે તે માટે પંચમહાલ જિલ્લામાં 43 શાળાઓમાં 114 આરોગ્યની ટીમો સાથે 22075 બાળકોને રસી આપવામાં આવશે તે માટે અગ્રણીઓના બાળકોને રસી આપવા સાથે તેઓ દ્વારા અન્ય વાળા ઓને તેમના બાળકોને રસી લેવાની હાકલ કરવામાં આવે તેવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે જેથી મહત્તમ રસીકરણ થઈ શકે ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં કોઈપણ વયજુથની વ્યક્તિ રસી વગર રહી ના જાય તેવા સરકારના પ્રયાસો છે. જે અંતર્ગત અગાઉ સીનિયર સિટીઝન અને ફ્રન્ટલાઇન વોરીયર્સ બાદ તબક્કાવાર અલગ અલગ વયજુથના લોકોને રસી આપવામાં આવી હતી.

રાજ્યમાં ફરી એકવાર કોરાના વાયરસના કેસોની સંખ્યા જાણે ધીમી ગતિએ આગળ વધી રહી છે. સાથે ઓમિક્રોન વેરીયન્ટની ખતરો પણ તોળાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે. સરકાર દ્વારા હવે આ સક્રમણનો ખતરો વધે નહી તેમાટે ૧૫-૧૮ વરસના કિશોર-કિશોરીઓને રસી આપવામા આવી રહી છે. શહેરા તાલુકામા પણ કિશોર- કિશોરીઓને કોરોના રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે. શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક અઈસ્કુલ ખાતે અભ્યાસ કરતા કિશોર કિશોરીઓને કોવીડ રસી મુકાવામાં આવી હતી. જો કે બીજી તરફ સરકારે ચોક્કસ ગાઈડ લાઈન અંતર્ગત ઓફલાઈન સ્કૂલો શરૂ કર્યા બાદ કેટલાક બાળકો પણ સંક્રમિત થાય છે ત્યારે આજે ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજુથ ના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં

તાલુકા શાળા વિદ્યાર્થીઓ. આરોગ્યની ટીમ

Advertisement

ઘોઘંબા– 2. 2412. 12
ગોધરા– 7. 4515. 23
હાલોલ– 5. 2156. 13
કાલોલ– 11. 4290. 22
જાંબુઘોડા– 1. 362. 02
મોરવા હડફ– 8. 4206. 21
શહેરા — 9. 4135. 21

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માનું પંચમહાલ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

સુરત : લાલગેટ વિસ્તારમાં સ્થાનિકે વિરોધ દાખવતા મારામારી કરતા સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઇ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ એપની મદદથી હોમ ક્વોરેન્ટાઈનની સૂચનાનાં પાલન અંગે ચકાસણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!