Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઘોઘંબા : મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ચાલુ ફરજ દરમિયાન ખાનગી કાર્યક્રમમાં કલાકો સુધી હાજરી આપતા આપે કરી કલેકટરને રજૂઆત.

Share

ઘોઘંબા તાલુકાના ભીલોડ ગામમાં એક રાજકીય આગેવાનના ઘરે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઘોઘંબા તાલુકાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીએ કલાકો સુધી હાજરી આપી હોવાનું જાણવા મળે છે. આ હાજરી આ અધિકારીઓએ પોતાની ચાલુ નોકરી દરમ્યાન આપતાં વિવાદ ઉભો થયો છે અને તેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જિલ્લા કલેકટર સાહેબને લેખિત રજૂઆત કરી તપાસ અને કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, કોઈપણ સરકારી કર્મચારી પોતાની ફરજ દરમિયાન ખાનગી કાર્યક્રમમાં કે વ્યક્તિઓના ઘરે હાજરી આપી શકે નહીં. જો તેઓએ હાજરી આપવી હોય તો પોતાની ફરજના સમયમાંથી રજા મૂકીને જઈ શકે છે પરંતુ ગઈકાલે ઘોઘંબા તાલુકાના અધિકારીઓ પોતાની ચાલુ ફરજ દરમિયાન ખાનગી કાર્યક્રમમાં કલાકો સુધી હાજરી આપી હોવાનું જાણવા મળે છે જે સરકારી કામકાજના સમયનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાય છે. જેથી તેઓની સામે તપાસ થવી જોઇએ તેમ જણાવ્યું હતું. સાથો સાથ એ પણ જણાવ્યું હતું કે, આવા રાજકીય વ્યક્તિઓના ખાનગી કાર્યક્રમોમાં અધિકારીઓ હાજર રહેતા સામાન્ય લોકોના માનસમાં ચર્ચાઓ થતી હોય છે કે, સરકારી અધિકારીઓ રાજકીય વ્યક્તિઓના દબાણમાં કામ કરતા હોય છે. આમ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પ્રત્યે લોકોનો ભરોસો તૂટતો હોય છે અને આશંકાઓ ઉભી થતી હોય છે.

Advertisement

અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ભીલોડ ગામમાં વીસ વર્ષે પહેલી વાર સરપંચની ચૂંટણી થવા જઈ રહી હતી. પરંતુ હરીફ ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું અને ભીલોડ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી. જેથી હરીફ ઉમેદવાર તરફથી માન. નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આજના આ કાર્યક્રમમાં તાલુકાના અધિકારીઓ ચાલુ નોકરી છોડી, પદની જવાબદારી છોડી કલાકો સુધી બેસી રહેતાં સ્વાભાવિક રીતે સામાન્ય નાગરિકોમાં અધિકારીઓ પ્રત્યે ખોટી છાપ ઊભી થતી હોય છે કે સરકારી અધિકારીઓ જ રાજકીય લોકોને મદદ કરતા હશે અને તેથી સામાન્ય નાગરિકોને નુકસાન ભોગવવાનો વારો આવે છે એવું ચર્ચાઓએ વેગ પકડ્યો છે. તથા એમ પણ જણાવ્યું છે કે, આજે તાલુકામાં સામાન્ય નાગરિક દ્વારા કોઈ ભ્રષ્ટાચારની સ્થળ તપાસ કે સરકારી અનાજની દુકાનની તપાસ કરવા બાબતે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓને સમય હોતો નથી અને આવા રાજકીય વ્યક્તિઓ ના ઘરે ખાનગી કાર્યક્રમોમાં કલાકો સુધી હાજરી આપવાનો સમય મળે છે તે વહીવટીતંત્રમાં ગંભીર બાબત છે.

સરકારી સમય, સરકારી નાણાં, અને સરકારી પદનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય એવું સ્પષ્ટ થાય છે. સામાન્ય નાગરિકને તાલુકાની કચેરીઓમાં કામ માટે અધિકારીઓની ગેરહાજરીથી કલાકો સુધી હેરાન થવું પડે છે અને અધિકારીઓ કાર્યક્રમોમાં આનંદ માણે છે તેવું દેખાય છે તેથી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માનનીય જિલ્લા કલેકટર સાહેબ ને ઈ-મેલ થી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

પંચમહાલ ઘોંઘબા રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ નગરના આલી પાંજરાપોળ વિસ્તાર માંથી જુગારીયાઓ ઝડપાયા…..

ProudOfGujarat

કરજણ તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા સર્કલ ઓફિસર અને ઓપરેટર લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયા.

ProudOfGujarat

ભરુચ : હોસ્ટેલ ગ્રાઉન્ડમાં વેચાણ કરાતાં ફટાકડા બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!