Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : ઘોઘંબા તાલુકાના ભિલોડમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઇ, ૧૨૦ નાગરિકો “આપ” માં જોડાયા.

Share

ઘોઘંબા તાલુકાના ભિલોડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસભા રાખવામાં આવી હતી. માળ ફળીયામાં તેરસિગભાઇ રાઠવાના ઘરે મળેલી આ જનસભામાં ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં મળેલી આ જનસભામાં સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત ૧૨૦ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને નાગરિકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઉપસ્થિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો માંથી જિલ્લા મહામંત્રી તથા હાલોલ તાલુકા પ્રભારી પ્રવિણભાઈ રાઠવા, જિલ્લા સહમંત્રી તથા ઘોઘંબા તાલુકા પ્રભારી મહેન્દ્રસિંહ સોલંકી, ઝોન યુવા સંગઠન મંત્રી ભરતભાઈ રાઠવા, ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, ઘોઘંબા તાલુકા ઉપપ્રમુખ તથા કાલોલ તાલુકા પ્રભારી જગદીશભાઈ પરમાર, હાલોલ તાલુકા પ્રમુખ વિશાલ જાદવ, હાલોલ તાલુકા મહામંત્રી રાજેશભાઈ પરમાર સહિતના પદાધિકારીઓએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને આમ આદમી પાર્ટી તથા દિલ્હી સરકારની કામગીરી વિશે માહિતી આપી હતી.

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ઉપસ્થિત જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે રાજકીય સ્થિતિ એવી ઊભી થઈ છે કે, સામાન્ય નાગરિકના હક્ક અને અધિકારો છિનવી રહીં છે. સમરસ અને બીન હરીફ જેવા શબ્દોનો આજે ભરપૂર રીતે દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકશાહીને ખતમ કરવાના દેખીતા પ્રયત્નો થઇ રહ્યા છે. ગુજરાતમાં આજે સ્થિતિ, પરિસ્થિતિ દેખાય છે તેની પાછળ કોંગ્રેસ અને ભાજપ જવાબદાર છે. આઝાદી પછીના આટલા વર્ષો થવા છતાં ગામડાઓમાં પાયાની સુવિધાઓ જોવા મળતી નથી. વિકાસના નામે નેતાઓ અઢળક ભ્રષ્ટાચાર કરીને સંપત્તિ ભેગી કરી રહ્યા છે. ભ્રષ્ટાચારની તપાસ માટે અધિકારીઓ, કર્મચારીઓ, કચેરીઓમાં જાણ કરવા છતાં ન્યાય મળતો નથી. ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ લોકોને બરબાદ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર એ મોંઘવારી ના કારણોમાંનું એક છે. ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી સુખી થાય છે અને સામાન્ય નાગરિક મોંઘવારી વેઠી દુઃખી થાય છે ત્યારે ગુજરાતમાં સારી સ્થિતિ લાવવી હોય, સારી સગવડ, વ્યવસ્થા અને વહીવટ જોવો હોય તો હવે રાજકીય પરિવર્તન લાવવું પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી પડશે ત્યારે જ દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરી છે તેવી ગુજરાતમાં જોવા મળશે. આ માટે આપણે સૌ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ, પાર્ટીનો પ્રચાર પ્રસાર કરીએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપીએ.

આપણે ક્યાંય ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે લડાઇ ઝઘડા કરવાના નથી પણ આવનારી ચૂંટણીમાં એક માત્ર આંગળીના ઉપયોગ થી આવા ભ્રષ્ટ, આડંબરી અને અભિમાનીઓને ભોંય ભેગા અને ઘર ભેગા કરવાના છે અને આ કામ કરવાની દરેક મતદાર તાકાત ધરાવે છે. આપણે અત્યારે આપના પરિવારજનો, મિત્રો, સગાં સંબંધીઓને રાજકીય પરિવર્તન લાવવા માટેની વાત કરતાં રહેવાનું છે. અત્યાર સુધી અન્યાય વેઠ્યો છે હવે થોડો સમય વધારે વેઠીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ન્યાય માટે, રાજકીય પરિવર્તન માટે અને ગુજરાતના હિત માટે મત આપવાનો છે. એવી વાત રજૂ કરી હતી. અને નવા જોડાયેલા સૌ સભ્યોને આવકાર આપી શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા પ્રમુખ સહિત જિલ્લા મહામંત્રી, જિલ્લા સહમંત્રી, જિલ્લા કિસાન પ્રમુખ ઉત્સવભાઇ પટેલ, જિલ્લા લઘુમતી સમિતિ મહામંત્રી મુસ્તાકભાઇ શેખ, ઘોઘંબા તાલુકા પ્રમુખ, હાલોલ તાલુકા પ્રમુખ, ઘોઘંબા તાલુકા ઉપપ્રમુખ, હાલોલ શહેર પ્રમુખ જયદેવસિંહ જાડેજા, હાલોલ તાલુકા મહામંત્રી રાજેશભાઈ પરમાર, હાલોલ તાલુકા સંગઠનમંત્રી લક્ષ્મણસિંહ પરમાર, કાલોલ તાલુકા ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ, હાલોલ તાલુકા ઉપપ્રમુખ યુવરાજસિંહ, ગોયાસુડલ તાલુકા પંચાયત પ્રભારી મંગલસિહ પરમાર , મુસ્તાકભાઇ નાથા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોક જન શક્તિ પાર્ટીના કાલોલ તાલુકા પ્રમુખ સ્મિત જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ તેઓને આવકાર્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના અડોલ ગામથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ અને નબીપુરનાં પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા નયન કાયસ્થનો ભાઈ ઝડપાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!