Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખિલ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદની મેનેઝિંગ કમિટીમાં સમાજશાસ્ત્રી પ્રો. રમેશ મકવાણાનો ભવ્ય વિજય.

Share

અખિલ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદ સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસરોનું એક જ સંગઠન ભારતમાં છે. તેના સભ્યો ભારતની વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજોના પ્રોફેસરો, સંશોધકો તથા સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો છે. આ પરિષદમાં ભારતમાં કુલ મળીને સાત હજાર સભ્યો છે. તેઓ તમામ મતદાતા છે.સમગ્ર ભારતમાંથી મેનેઝિંગ કમિટીની પાંચ સીટો માટે કુલ ૧૫ પ્રોફેસરો ચૂંટણી માટે મેદાને પડ્યા હતાં. તેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના જાણીતા સમાજશાસ્ત્રી પ્રો.રમેશ મકવાણાએ ઉમેદવારી નોધાવી હતી. તેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના જાણીતા સમાજશાસ્ત્રી પ્રો.રમેશ મકવાણાએ મેનેઝિંગ કમિટીમાં પાંચ સભ્યોમાં દેશભરમાં 614 મતોથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

પ્રો. રમેશ મકવાણાએ જણાવ્યું હતું કે સમાજશાસ્ત્ર વિષયમાં આપેલ નોધપાત્ર પ્રદાને ભવ્ય વિજયી માટે મહત્વની ભૂમિકા ભજવી છે તેવું મારુ માનવું છે. શિક્ષણ, સંશોધન તથા સમાજ સેવા ક્ષે.ત્રે પ્રો. રમેશ મકવાણા નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. માટે તેઓશ્રીને યુવા સમાજશાસ્ત્રી તરીકે ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદનો એવોર્ડ, પૂજય મોરારીબાપુના હસ્તે સન્માન અને સોશ્યલ એકટીવિષ્ટ એવોર્ડ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે તથા મહિલા સરપંચોના શસક્તિકરણમાં મહત્વની કામગીરી કરવા બદલ ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અને રૂપિયા એક લાખ ગુજરાત સરકાર તરફથી એનાયત થયેલ છે.

પ્રો. રમેશ મકવાણાના ૨૦ પુસ્તકો અને ૫૫ શોધ લેખો પ્રકાશિત થયેલ છે. ૧૨૫ સંશોધન પેપરો કોન્ફરન્સોમાં રજૂ કરેલ છે. ૧૦૨ વ્યાખ્યાનો ગુજરાત અને ભારતની પ્રતિષ્ઠિત કોલેજો, યુનિવર્સિટીઓ અને એનજીઓમાં યુવા અદયાપકોને આપ્યા છે. પ્રો.મકવાણા યુવાનોમાં નશા મુકતી અને કુરિવાજો નાબૂદીમાં જાગૃતિ લાવવાની અત્યંત મહત્વની કામગીરી કરી રહ્યાં છે. 0૬ સંશોધન પ્રોજેકટ યુજીસી અંતર્ગત પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વમાં ૪૫ વિદ્યાર્થીઓ પીએચ.ડી. અને ૫૫ વિદ્યાર્થીઓ એમ.ફિલ. થયા છે. તેમના માર્ગદર્શનમાં નોંધપાત્ર યુવા સંશોધકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફેલોશિપ પ્રાપ્ત થઈ છે.

Advertisement

પ્રો.મકવાણાના અધ્યક્ષપદે સમાજશાસ્ત્ર વિભાગમાં અનેક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સેમિનાર અને એનઆરઆઈ મીટનું આયોજન થયેલ છે. તેના કારણે સમાજશાસ્ત્ર વિભાગની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ઊભી થઈ છે. તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્યપદ અને સેવા બજાવે છે. મેનેઝિંગ કમિટીમાં પાંચ સભ્યોમાં દેશભરમાં 614 મતો મેળવી પ્રો.મકવાણાનો ભવ્ય વિજય થયો છે. સરદાર પટેલ યુનિવર્સિટી અને સમાજશાસ્ત્ર વિભાગને ભારતભરમાં ગૌરવ અપાવ્યું છે તે બદલ સમગ્ર ગુજરાત,ભારત તથા સરદાર પટેલ યુનિવર્સિટી પરિવારે પ્રો.રમેશ મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અમદાવાદ: સાણંદના મોડાસર ગામના એક રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર રમતાં 11 જુગારીઓ ઝડપાયા…

ProudOfGujarat

કમોસમી વરસાદને લઇને છોટાઉદેપુર જિલ્લામાં શિયાળુ પાકને નુકશાનની ભીતિ.

ProudOfGujarat

નેત્રંગનાં આટખોલ ગામનાં ચેકડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!