વિજયસિંહ સોલકી, શહેરા (પંચમહાલ)
પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમા હાલ લગ્નની મોસમ ખીલી ઉઠી છે. લગ્નની મજા સંગીતવગર,તેમજ ડાન્સ વગર અધુરી છે. ત્યારે હાલ લગ્નની સીઝનમા ખાસ કરીને ડી.જેની બોલબાલ વધી છે. તેમા હાલ સીઝનના કારણે ડી.જેના સંચાલકો ૧૫,૦૦૦ થી માંડને ૪૫૦૦૦ રૂપિયા સુધીનો ભાવ લેતા ખચકાતા નથી ત્યાર ડી.જે આવતા સાથે બેન્ડબાજા વાળાનું માર્કેટમા પણ મંદી જોવા મળી રહી છે. છતા બેન્ડબાજાવાળાને આજે પણ લગ્નમા બોલાવાય છે. બાકી ડી.જેનુ ચલણ વ્યાપક પ્રમાણમાં લગ્ન પ્રસંગોમા જોવા મળી રહ્યું છે. પંચમહાલ જીલ્લામા ગ્રામ્ય વિસ્તારોમા એક સમયે પંરપંરાગત ગણાતા ઢોલ,શરણાઈવાળા વાજીંત્રોની લગ્ન પ્રંસગોમા બોલબાલા હતી.તેનુંસંગીત પર ગફુલી નૃત્યની ભારે રમઝટ જામતી હતી. પણ ડી.જેના વધતા જતા ચલણ વચ્ચે આજે પણ વાંજીત્રો અને વગાડનારાઓ જોવા મળતા નથી.
પંચમહાલ જીલ્લામા વિવિધ જ્ઞાતિ જાતિ ધરાવતી પ્રજા ગ્રામ્ય વિસ્તારોમામાથી માંડીને શહેરી વિસ્તારમા વસવાટ કરે છે. આ પ્રજાની પોતાની એક સંસ્કૃતિ છે. તેમના ગીત તેમના વાજીત્રો છે. ત્યારે હાલમા પંચમહાલ પંથકમા લગ્નસરાની મોસમ ચાલી રહી છે. પંચમહાલ જીલ્લાનું એક જમાનાનું વખણાતું વાજીત્રો આજે જાણે લુપ્ત થવાની કગાર ઉપર છે તેમ પ્રતિત થઈ રહ્યું છે. એક સમયે પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા લગ્નસંભારભોમાં વગાડતા ઢોલ, શરણાઈ, દબુડી ( તંબલા જેવું વાદ્ય) થાળી સહીતના વાજીત્રોની ભારે બોલબાલા હતી. પણ આજે આ વાજીત્રો જાણે લુપ્ત થવાની કગાર પણ હોય તેમ લાગે છે. આ વાજીત્રો વગાડનારાઓ પણ વગાડવાનું છોડી દીધુ છે.કેટલાકે તો આ ઢોલ શરણાઈને બદલે બેન્ડ બાજા લાવી દીધા છે. ડી.જેના વધતા જતા ચલણની સામે આ વાજીંત્રો ક્યાક ખોવાઈ ગયા છે. સાવ એવુ પણ નથી ઢોલ શરણાઈ સાવ લુપ્ત પામ્યા છે. હાલમા પણ ગ્રામ્ય વિસ્તારોમા આ વાંજીત્ર વાદકો ને લગ્ન પ્રંસગોમા બોલાવામા આવે છે. પણ આ વાજીત્રો વગાડનારા હાલ બહુઓછા છે. તેઓ વગાડવાનું મહેનતાણું પણ ઓછું લેતા હોય છે.આમ પંચમહાલમા દેશી ઢોલ , શરણાઈ દબુડી, થાળીનુ વાદ્યનું સંગીત જાણે વધતા જતા આધુનિક ડી.જે.બેન્ડનાં સંગીતમય માહોલમાં ખોવાઈ જવા પામ્યું છે.