પંચમહાલ જીલ્લા પ્રાથમિક શિક્ષકસંઘ સંલગ્ન મોરવા હડફ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અંબે માતાજીના મંદિર પાસે જુની પેન્શન યોજના ચાલુ કરોની માંગ સાથે એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજાયો હતો અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું.
શિક્ષકો એકત્ર થઈને પોતાની મુખ્ય માંગણીઓ જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવી, સાતમાં પગાર પંચના લાભો સમગ્ર દેશમાં સમાન રુપે આપવા, એચ ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમની સંખ્યા સુધારવા બાબત, બદલીના નવા નિયમો ઝડપની બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવા બાબત, રાષ્ટ્રિય શિક્ષણનીતી ૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દુર કરવા બાબત સહીતની માંગણીઓ પર ઉગ્ર ભાર મુક્યો હતો. વધુમાં ધરણામાં શિક્ષકોએ હમારી માંગે પૂરી કરો, જૂની પેન્શન યોજના ચાલૂ કરો, નવી પેન્શન યોજના બંધ કરોના લખાણવાળા પોસ્ટર બતાવીએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ.
પંચમહાલ શહેરા રાજુ સોલંકી