કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસના સંક્રમણના ફેલાવાને લઈને સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી તમામ દેશોની સરકારો સતત ચેતવણી આપી રહી છે ત્યારે ગોધરા નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ વોર્ડ નંબર એકના સિંધુરી માતા મંદિર પાસે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં અસંખ્ય ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ સાથે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું.
જેને લઈ વોર્ડ નંબર એકના સામાજિક કાર્યકર વિઠ્ઠલભાઈ પરમાર અને નગરપાલિકાના કાઉન્સિલર દીવાબેન પરમારે ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે અમારા વોર્ડ નંબર એક વિસ્તારમાં આવેલ સિંધુરી માતા મંદિર પાસે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં અસંખ્ય ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ સાથે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું જેનાથી આજુબાજુમાં રહેતા સ્થાનીક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેથી આ બાબતે સત્વરે ધ્યાન આપી યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની એ આ બાબતે ધ્યાન આપી તાત્કાલિક ધોરણે ગોધરાના વોર્ડ નંબર એક વિસ્તારમાં આવેલી સિંધુરી માતા મંદિર પાસે જેસીબી મશીનથી વરસાદી કાંસની કેનાલમાં અસંખ્ય ગંદકીને દૂર કરી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી
ગોધરા : સિંધુરી માતા મંદિર પાસે આવેલ વરસાદી કાંસની કેનાલમાંથી ગંદકી દૂર કરાઇ.
Advertisement