Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરાઈ.

Share

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-01, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જગ્યાઓ પર ભરતી અંતર્ગત આગામી તા. 26/12/2021નાં રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના જુદા-જુદા પરીક્ષાકેન્દ્રો ઉપર સવારનાં 10.00 કલાકથી સાંજનાં 06.00 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.ડી. ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ જિલ્લાનાં પરીક્ષાકેન્દ્રોએ તા. 26.12.2021 સવારના 09.00 કલાકથી સાંજનાં 07.00 કલાક સુધીનાં સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃ્ત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષાના સમગ્ર વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકોએ કોપિયર મશીનોનો ઉપયોગ પરીક્ષાના દિવસે સવારના 08.30 કલાકથી 19.00 કલાક સુધી સદંતર બંધ રાખવાના થશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

કોપર વાયર ની ચોરી કરતી ગેંગના સાગરીતો ઝડપાયા….

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓ 15 થતાં કુલ આંકડો 367 થયો જ્યારે એક યુવાનનું મોત થયું હતું.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં દીપડા એ ચાર બકરીનો શિકાર કરતાં પશુપાલકો ચિંતિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!