પંચમહાલ જિલ્લામાં સાત તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગોધરા, કાલોલ, હાલોલ ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા, મોરવા હડફ તાલુકાના 350 ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને મત ગણતરી સમાપ્ત ગઈ છે. ગોધરા ખાતે આવેલા ગદુકપૂર પોલિટેકનિક કોલેજ ખાતે ઉભા કરવામાં આવેલા મતગણતરી કેન્દ્ર ખાતે શાંતિપુર્ણ માહોલમાં મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરી કેન્દ્રની જરૂરી સ્ટાફ પણ જોડાયો હતો. મતગણતરી કેન્દ્રની બહાર સરપંચ અને સભ્યો પદના ઉમેદવારોના સર્મથકોના ટોળા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. જેમજેમ પરિણામો જાહેર થતા તેમ ઉમેદવારોમાં ખુશી અને કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં 350 ગ્રામ પંચાયતની ચુટણીની યોજાયેલી મતગણતરી પૈકી 350 ગ્રામ પંચાયતના પરિણામો પૈકી 340 ગ્રામ પંચાયતના પરિણામો આવી ગયા છે.અન્ય બાકી રહેલી 10 ગ્રામ પંચાયતોની મતગણતરી ચાલુ છે.ત્યારે શિયાળો ચાલુ હોવાથી હાલમા કડકડતી ઠંડીનો માહોલ છે.
હજી મોટી પંચાયતોની મતગણતરી બાકી છે. ત્યારે મત ગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારો અને સર્મથકો પોતાના ગામ પંચાયતની મતગણતરી શરૂ થાય તેની રાહ જોઇને બેઠા છે. ત્યારે કડકડતી ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ભવ્ય ઉજવણી કરી.
Advertisement