Proud of Gujarat
FeaturedGujaratINDIA

આપ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ સહિત ચાર કાર્યકરોની અટકાયત પંચમહાલ એલસીબી પોલીસે કરી.

Share

ગુજરાતમાં હેડ ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના બહાર આવતા હોબાળો મચ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં હજારો યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ભરતી પ્રક્રિયામાં લેવાતી લેખીત પરીક્ષામાં વારંવાર પેપર લીક થવાના કારણોથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસીત વોરાને પદ પરથી હટાવવા ભારે માંગ ઉઠવા પામી છે ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા યુવાનોનો અવાજ બની સરકારને રજુઆત કરવામાં આવી છે. પરંતુ તેનો ઉકેલ ન આવતા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા તથા પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી સહિતના કાર્યકરો ગાંધીનગર ભાજપ કાર્યાલય ઉપર રજુઆત કરવા ગયા હતા. તે સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ભાજપના કાર્યકરો દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને શારીરિક ઇજાઓ થઈ હતી. તેમ છતાં ભાજપના મહિલા કાર્યકરે ખોટી રીતે પોલીસ ફરીયાદ નોંધાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરી જેલમાં મુકી દેવામાં આવ્યાં છે. ગાંધીનગર જિલ્લા કોર્ટમાં જામીન માટે રજુ કરવાના સમાચાર મળતાં પંચમહાલ જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ ગાંધીનગર પોતાના નેતાઓને મળવા જવા નીકળ્યા હતા. પરંતુ દસક્રોઈ તાલુકાના કણભા પોલીસે હાઇવે પરથી અટકાવી ચારેય નેતાઓને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવ્યા હતાં અને ગાંધીનગર જતાં અટકાવ્યા હતા. ત્યારબાદ ગોધરા એલસીબી પોલીસે કણભા પોલીસ સ્ટેશનમાંથી આ ચારેય નેતાઓને ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લાવી ડીટેઇન કર્યા હતા અને સાંજના સાત કલાકે છુટા કરવામાં આવ્યા હતાં.

પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આ બાબતે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં લોકોના પ્રશ્નોને ઉઠાવવાનો અધિકાર પણ છિનવાઈ રહ્યો છે, ઉલટા ” ચોર કોટવાલ કો દંડે ” એવી સ્થિતિ ઉભી થઈ છે. પેપર લીક થવાના બનાવો વારંવાર બની રહ્યા છે છતાં બોર્ડના ચેરમેન ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી થતી નથી આ ગંભીર બાબત છે. ગુજરાતના લાખો યુવાનોના ન્યાય માટે સૈધ્ધાંતિક રીતે લડત લડવા આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવવો છે તેથી હવે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરવા લાગી છે એટલે જ પોલીસને આગળ કરે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા કામગીરી ને રોકવા પ્રયત્નો કરે છે પણ ભાજપ એ યાદ રાખે કે, હવે ગુજરાતમાં આમ આદમી ઘેર ઘેર છે. જે દિવસે ઘરે ઘરે થી આમ આદમી બહાર નિકળશે ત્યારે તમે કોઇને અટકાવી નહીં શકો પણ તમારે પોતે અટકવાનો સમય આવશે અને એ સમય ખુબ નજીક આવી રહ્યો છે તેમ કહી ગાંધીનગર માં બનેલી ઘટનાને નીંદનીય ગણી હતી. અને આ સંદર્ભે પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકામાં એક દિવસનો પ્રતિક ઉપવાસ જિલ્લાના કાર્યકરો કરશે તેમ જણાવ્યું હતું.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

કરજણ તાલુકાના ભરથાણા ગામે મારામારીની ઘટનામાં બે ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય એ પામ સન્ડેની ઉજવણી કરી.

ProudOfGujarat

ઝઘડિયા ગામે સુએજ ગટર લાઈન લીકેજ થતાં હાલાકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!