Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ઘોઘંબા ખાતે જી.એફ.એલ. માં આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકોની આરોગ્ય રાજયમંત્રીએ મુલાકાત લીધી.

Share

આદિજાતિ વિકાસ, આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે ગઈકાલે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કર્મચારીઓની આજે હોસ્પિટલમાં મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા. રાજ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને પ્રાંત અધિકારીએ.કે.ગૌતમ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે હાલોલની મા સર્જિકલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ૮ જેટલા ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લેતા તેમની સ્થિતિ અને કરાઈ રહેલી સારવાર વિશે વિગતો મેળવતા ઘાયલ વ્યક્તિઓને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી હતી. આ ઉપરાંત, મંત્રીએ વડોદરા ખાતે દાખલ ૨ ઇજાગ્રસ્તોની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી હતી. તેમણે દુર્ઘટના બાદ હાથ ધરાયેલી બચાવ-રાહત કામગીરી વિષે વિગતો મેળવતા આગના પરિણામે જીવ ગુમાવનાર કર્મચારીઓના પરિવાર માટે સહાનુભૂતિ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન હાલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી વિભાક્ષીબેન દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મીનાક્ષીબેન ચૌહાણ હાજર રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક પારખેત ગામ ખાતેથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનની ઉજવણી.

ProudOfGujarat

સી.આર.પાટીલ મદદે : ખેરગામમાં રાતોરાત ઑક્સિજન પ્લાન્ટ આવી ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!