વિજયસિંહ સોલંકી, કાલોલ
પંચમહાલના કાલોલ ખાતે સમુહલગ્ન સંભારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી પરિવારજનો વડીલોના આર્શિવાદ લીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લામાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે.એક તો હવે પરિવારમાં લગ્નો થઇ રહ્યા છે.પણ હવે સમુહલગ્નોની પર એક પરંપરા સમાજમા પ્રસ્થાપિત થઇ રહી છે.
વધતી જતી મોંધવારી સામે આજકાલ લગ્ન પ્રંસગો ખર્ચાળ થઈ રહ્યા છે.ત્યારે સામાજિક સંસ્થાઓ આવા ખર્ચાળ લગ્નોની સામે સમુહલગ્નોનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.
એક તો સમૂહ લગ્નને કારણે ખર્ચાઓ ઓછા થાય છે.અને સામાજિક એકતાની ભાવના વિકસે છે,સમાજ એક બને છે. પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે સમૂહ લગ્ન સંભારંભનૂ
આયોજન કરવામાં આવ્યુ હતું જેમા નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
ચાર પરગણા વણકર સમાજ હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત કાલોલ ખાતે ચોથો સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતું.નવદંપતીઓને પરિવાર સહિત સમાજના અગ્રણીઓએ લગ્નજીવન સુખમય રહે તેવા ભાવભીના આર્શિવાદ આપ્યા હતા