પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલ રણજીત નગર ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ લાગી હતી. વિકરાળ આગના કારણે, લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલા રણજીતનગર ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં આજે સવારે નવ વાગ્યાના સુમારે એકાએક ધડાકાભેર સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આગમાં 15 થી વધારે સંખ્યમાં કર્ચમારીઓ દાઝ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે. જયારે બે કર્મચારીનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અચાનક કેમિલક કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ પ્રસરી ગઈ હતી. આગમાં મોટી સંખ્યમાં શ્રમિકો દાઝ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે, આગે વિકરાળ સ્વરૂપણ ધારણ કરતા ઈમરજન્સી લાગુ પડે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી થઈ. તો આગના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને આસપાસના ત્રીસ કિલોમીટર દૂર સુધી રેડિયસમાં ધડાકા સાંભળ્યા હતા જયારે વડાતળાવથી ઘોઘંબા તરફનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. આગના કારણે કંપનીમાં કામદારો ઓમાં ભાગદોડ મચી ગઈ છે, આગમાં કેટલાક કામદારોઓ ફસાયા હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે. ફાયરને જાણ કરતા સ્થાનિક ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે, સ્થાનિક પોલીસ અને 108 સેવા પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પંચમહાલ ઘોઘંબા રાજુ સોલંકી
પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.
Advertisement