પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા બુથ લેવલ સુધીની સમિતિઓ બનાવવાની કામગીરી ખુબ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં સાત તાલુકા અને ચાર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબુત બની રહ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકરો પાર્ટીમાં જોડાય રહ્યા છે અને નાની મોટી જવાબદારીઓ પણ સ્વૈચ્છિક રીતે લઈ રહ્યા છે તેથી આવનારા સમયમાં પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી ખુબ મજબૂત રીતે ઉભરશે તેમ દેખાય રહ્યું છે.
આજરોજ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ તથા જિલ્લા સંગઠન મંત્રી, જિલ્લા સહ સંગઠન મંત્રી તથા ઝોન કિસાન પ્રમુખ એ હાલોલ શહેરની મુલાકાત લીધી હતી અને હાલોલ તાલુકા પ્રમુખ તથા હાલોલ શહેર પ્રભારી સાથે મુલાકાત કરી હતી અને હાલોલ શહેર પ્રમુખ તથા હાલોલ તાલુકા લઘુમતી સમિતિના પ્રમુખ તથા હાલોલ શહેર લઘુમતી સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા પ્રમુખ અને શહેર પ્રભારી સાથેના સંયુક્ત નિર્ણયથી હાલોલ શહેર પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, હાલોલ તાલુકા લઘુમતી સમિતિના પ્રમુખ તરીકે અબ્દુલ એમ. દિવાન (એડવોકેટ) અને હાલોલ શહેર લઘુમતી સમિતિના પ્રમુખ તરીકે અલ્તાફભાઇ મન્સુરીની નિયુક્તિ કરવામાં આવી હતી. હાલોલ સંગઠનના પદાધિકારીઓએ નવ નિયુક્ત પદાધિકારીઓનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ હાલોલ શહેર અને તાલુકાનું સંગઠન મજબુત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, હાલોલ તાલુકા પ્રમુખ વિશાલ જાદવ, જિલ્લા મહામંત્રી અને હાલોલ શહેર પ્રભારી મુક્તિ જાદવ, તાલુકા સંગઠનમંત્રી લક્ષ્મણસિંહ પરમાર, તાલુકા એસસી સમિતિના પ્રમુખ દિનેશ ખ્રિસ્તી, પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર યુવરાજસિંહ સોલંકી વિગેરે કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા.