પંચમહાલ જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાનો ધંધો બેરોકટોક વધ્યો છે. ચોખ્ખો નફો રળી આપતો આ વિદેશી દારૂના ધંધો સમગ્ર પંચમહાલ જિલ્લામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખીલ્યો છે. ગોધરા શહેરના દાહોદ બાયપાસ હાઇવે પાસેથી બે કન્ટેનર ભરેલા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડયા હતા. બુટલેગરોનો કીમીયો કારગત ન નીવડ્યો હતો.
ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી અને દારૂબંધીના નિયમોમાં કરેલા ફેરફાર તેમજ નવા નિયમોને જાણે બુટલેગરો ઘોળીને પી ગયા છે આટલી બધી મોટી માત્રામાં દારૂ આવે છે ક્યાંથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ગોધરા શહેરમાં તો ખૂણેખાંચરે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે નવાઈની વાત તો એ છે કે પંચમહાલ જિલ્લામાં મોટા ભાગનો દારૂ એલસીબી પોલીસ પકડી લે છે ત્યારે સ્થાનિક પોલીસ શા માટે ધોર નિંદ્રામાં હોય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂના અડ્ડા પર પંચમહાલ પોલીસ રેડ કરે તે જરૂરી છે. તાજેતરમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે મતદારોને રીઝવવા માટે પુષ્કળ પ્રમાણમાં દારૂનો ઉપયોગ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે ગોધરા તાલુકા પોલીસે પરવડી ગામ પાસેથી કન્ટેનરમાં લઇ જવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે.સાથે તેમા સવાર ઇસમોની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યુ છે. હાલ તો પોલીસે તપાસનો સીલસિલો આગળ ધપાવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી