વિજયસિંહ સોલંકી,ગોધરા
પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ તરફથી ગોધરા ખાતે મૌન એકતા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં અગ્રણીઓ,કાર્યકરો જોડાયા હતા.
પ્રાપ્ત વિગતો અનૂસાર પંચમહાલના ગોધરા ખાતે સમગ્રદેશમાં ચર્ચાસ્પદ બનેલ આશિફાકેસ,અને સુરતમા દૂષ્કર્મનો ભોગ બનેલ બાળકીના મોત થયા હતા.દેશમાં હાલની બળાત્કારની ઘટનાઓ જેમકે કશ્મીરની કઠુઆ અને UPમાં ઉંનાવ સાથે હાલમા જ ગુજરાતના સુરત શહેરની બાળકી સાથે અને જમ્મુ કશ્મીરમા એક ૮ વર્ષની માસુમ બાળકીપર કરવામા આવેલ દુષ્કર્મ અને તેની હત્યાનો દુ:ખદ બનાવ બનેલ છે તેમા મોતને ભેટેલ આશીફા નામની માસુમ બાળકીની આત્માને શાંતિ મળે તથા હત્યારાઓને યોગ્ય સજા મળે તે માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતી (માયનોરિટી વિભાગ )દ્રારા એક એકતા મૌનરેલી કેન્ડલમાર્ચ નું આયોજન કરવામા આવ્યુ હતું. વિશ્વકર્માચોક થી મૌન રેલી સમી સાંજે કાઢવામા આવી હતી.મીણબત્તી પ્રગટાવી બાળાઓના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી હતી.પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના (માઇનોરીટી વિભાગ)નાં ચેરમેન ઉસ્માનભાઇ બેલી, જિલ્લા પ્રમૂખ અજીતસિંહ ભટ્ટી સહિત કોંગ્રેસનાં અગ્રણીઓ,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોત પામેલી બાળાઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.