Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે અભિનેત્રી માધુરી દિક્ષીત ફીલ્મના શુટીંગ માટે પહોંચી.

Share

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી માધુરી દિક્ષીત ફીલ્મના શુટીંગ માટે પહોચી હતી. જ્યા વિવિધ લોકેશનો પર તે શુટીંગ કરશે. માધુરીંને જોવા ચાહકોની ભીડ વધી હતી.

પંચમહાલ જીલ્લાના પાવાગઢ ખાતે સોમવારથી વહેલી સવારથી ફિલ્મના શુટીંગ માટે અભિનેત્રી માધુરી દીક્ષિત આવી હતી. હિન્દી ફિલ્મના શુટીંગ માટે પાવાગઢ ખાતેના માંચીના લોકેશન પર શુટીંગ કર્યુ હતું. હિન્દી ફિલ્મની સુપર સ્ટાર અભિનેત્રી માધુરી દીક્ષિત એ પાવાગઢના માંચી તરફ જવાના માર્ગ ઉપર તેમજ રોપ વે પાસે પણ શુટીંગ કર્યુ હતું.

Advertisement

મોટી સંખ્યામાં માધુરી દીક્ષીતના ચાહકો તેને જોવા માટે ઉમટ્યા હતા. આગામી ત્રણ દિવસ સુધી ફિલ્મનું શુટીંગ થશે, અભિનેત્રી માધુરી દીક્ષિત પાવાગઢનાં ભદ્વગેટ, જામા મસ્જિદ, સાત કમાન જેવાં સાઈટ ઉપર શુટીંગ થવાનુ છે. પાવાગઢ ખાતે માધુરી દીક્ષિત આવી હોવાને લઇને સ્થાનિક જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પણ લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા સાથે પોલીસનો બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

પંચમહાલ પાવાગઢ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડીયાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મકાનમાં ગેસના ગીઝરમાં આગ લાગતાં પાંચથી વધુ લોકો દાઝયા

ProudOfGujarat

પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!