પંચમહાલ જીલ્લામાં “કેર ઇન્ડિયા” તરફથી ૧૦ ઇકોવાન અને ૧૦ મોટરસાયકલ વાહન વેક્સિનેશન કોવીડ-૧૯ રસીકરણ અભિયાન માટે જિલ્લાના અંતરિયાળ ગામોમાં દૂર સુધી જવા માટે આપવામાં આવી છે. તેને આજે ત્રિમંદિર ભામૈયા, તા.ગોધરા ખાતેથી આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજયકક્ષાના મંત્રીશ્રીમતિ નિમિષાબેન સુથારના વરદ્હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રશસ્થાન કરાવ્યું હતું.
જે કોવીડ-૧૯ રસીકરણને વેગ આપવા માટે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર પંચમહાલ જીલ્લામાં શરુ કરવામાં આવી છે. ઇકોવાનમાં ડ્રાઇવર તથા વેરીફાયર સપોર્ટ સ્ટાફ પણ મુકવામાં આવેલ છે.
મોટરસાયકલ ડ્રાઇવર તથા વેરીફાયર સાથે મૂકવામાં આવેલ છે. આ મોટર સાઇકલનું નામ “ચિત્તા એકસપ્રેસ બાઈક” અને ઇકોવાનનું નામ “સંજીવની એક્સપ્રેસ” આપવામાં આવેલ છે. જે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઇકોવાન-૩ અને મોટરસાઇકલ-૨ તથા ઘોઘંબા તાલુકામાં ઇકોવાન-૨ અને મોટરસાઇકલ-૪ તથા હાલોલ તાલુકામાં ઇકોવાન-૨, મોરવા હડફ તાલુકામાં ઇકોવાન-૧ અને મોટરસાઇકલ-૧, શહેરા તાલુકામાં ઇકોવાન-૧, જાંબુઘોડા તાલુકામાં મોટરસાઇકલ-૨ અને કાલોલ તાલુકામાં ઇકોવાન-૧ અને મોટરસાઇકલ-૧ આપવામાં આવેલ છે. જે વેક્સિનેશન કોવીડ-૧૯ રસીકરણ અભિયાન માટે અંતરિયાળ વિસ્તારો ગામોમાં સેવાઓ આપવા માટે મદદગાર થશે. જિલ્લામાં શરૂ થયેલ વેક્સિનેશન કોવીડ-૧૯ રસીકરણ અભિયાનની “સંજીવની એક્સપ્રેસ” ના રૂટમાં ગોધરા તાલુકાના અંબાલી ગામ ખાતે રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર તેમજ જિલ્લાપંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકી અને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી વિશેષ ઉપસ્થિત રહી ગ્રામજનોને કોવીડ-૧૯ રસીકરણ અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી