Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ બાબતે તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત.

Share

આજકાલ પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકાઓમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ફરીયાદો ઉઠી છે. ત્યારે વહિવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે અને તપાસ માટે તૈયારી કરતું હોય તેવું લાગી રહ્યું છે.

જિલ્લામાં કાનપુર, સાંકલી, ચલાલી, કરોલી, ડેરોલ, ડુમા, જોટવડ, મહેલોલ વિગેરે ગામોમાં ભ્રષ્ટાચાર બાબતે ગામલોકોની ફરીયાદો ઉઠી છે.
આજ રોજ જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદ સાથે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ જયેશ બારીઆ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા માટેની અરજી આપવામાં આવી છે. જેમાં મનરેગા યોજનાના કામોમાં ખુબ મોટા પ્રમાણમાં નાણાંની ગેરરીતિ અને દુર ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે સાથે ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે, આખા તાલુકાની તમામ ગ્રામ પંચાયતો દ્વારા સિમેન્ટ, લોખંડ, પેવર બ્લોક વિગેરે તમામ મટિરિયલ માત્ર એક જ એજન્સી પાસેથી ખરીદી કરવામાં આવી છે. તો શું આ કોઈ ફરજીયાત આદેશ હોય શકે કે પછી ભ્રષ્ટાચારમાં ભાગ હોય શકે ? એવો સવાલ ઉભો કરીને તાલુકા પ્રમુખ જયેશ બારીઆએ તપાસની માંગણી કરી છે. સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે, જો સમયસર યોગ્ય તપાસ નહી થાય તો તાલુકા પંચાયત કચેરી પર ઘરણા પ્રદર્શન કરવાની તૈયારી બતાવી છે.

ભ્રષ્ટાચાર સામે લડત લડવા પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની સક્રિયતાથી વહીવટી અને શાસન તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક હથ્થું શાસન ભોગવતી ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ વધ્યાં છે એ સૌ કોઈ જાણે છે પણ લડત લડવા કોઈ આગળ આવતું નહોતું ત્યારે પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા અને રોકવા આગળ આવી રહ્યા છે તેથી લોકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ સહિત જિલ્લા સહ સંગઠનમંત્રી વખતસિંહ બારીઆ, તાલુકા મહામંત્રી ભીખાભાઇ તડવી, તાલુકા કિસાન સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ બારીઆ સહિતના કાર્યકરો રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પંચમહાલ જાંબુઘોડા : રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચનાં હાઇવે ઉપર માંચ ગામનાં પાટિયા પાસે આનંદ હોટલ પાછળનાં ભાગે શેરડીનાં ખેતરમાં જુગાર રમતા પાંચ શકુનિઓને પકડી સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે એસ.આર.પી. જવાનોને કોવિડ-19 રસી મૂકવામાં આવી.

ProudOfGujarat

નેત્રંગના ભેંસખેતર ગામે મહિલા બાઇક ઉપરથી પડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!