પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને જેના અનુસંધાનમાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી ખાનગી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે ત્યારે ગોધરા એસ.ટી વિભાગ દ્વારા 50 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક બસોમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ કરેલ છે સાથે મિકેનિક સ્ટાફ સહિત સુપરવાઇઝર અને લગભગ 150 જેટલા કર્મચારી સ્ટાફ પાવાગઢ ખાતે ખડેપગે સંચાલન કરવા માટે ઉભા રાખવામાં આવ્યા છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીના સમયમાં મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડે છે.ત્યારે દર્શનાર્થીઓ શાંતિપુર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે એસ.ટી વિભાગ દ્વારા બસો દોડાવામા આવશે જેમા ગોધરા વિભાગીય નિયામક બી.આર.ડીડોર ના જણાવ્યા અનુસાર ગોધરા એસ.ટી ડીવીઝનમાં આવતા ગોધરા ડેપોમાંથી ૭, દાહોદ ડેપોમાંથી ૫, સંતરામપુર ડેપોમાંથી ૫, હાલોલ ડેપોમાંથી ૭, ઝાલોદમાથી ૫, બારિયા ડેપોમાંથી ૭, લુણાવાડા ડેપોમાંથી ૭ બસો દોડાવમા આવશે. પાવાગઢ ખાતે ખાસ કોન્ટ્રોલ રૂમ ઉભો કરવામા આવ્યા છે સાથે સાથે સમિયાણો પણ બનાવામા આવ્યા છે. જેમાં પાવાગઢ તળેટીથી માંચી સુધી મુસાફરોને લઈ જવામા આવશે હાલમાં કોરોનાની વધતી જતી મહામારીને લઈને ખાસ મુસાફરો દ્વારા માસ્ક પહેરવા સહીત સોશિયલ ડીસસ્ટનસ નુ ધ્યાન રાખવાનું રહેશે. વધુમાં માસ્ક વગર કોઈ મુસાફરને પ્રવેશ નહી આપવામા આવે તેવુ નકકી કરવામા આવ્યુ છે. બસોને સ્ટીકર સહીતની પણ વ્યવસ્થા કરવાની રહેશે તેમ જણાવમા આવ્યુ છે. મુસાફરોની માટે પાણીની પણ વ્યવસ્થા કરવાની રહેશે. હાલમાં મેળાને લઈને જરૂરી સુચનાઓ આપી દેવામા આવી છે, આ ઉપરાંત વિભાગીય નિયામક દ્વારા જણાવવામાં આવેલ છે કે જ્યાં સુધી નવરાત્રિ પુર્ણ નહીં થાય ત્યાં સુધી બસોનુ સંચાલન ચાલુ રાખવામાં આવશે અને જરૂર જણાશે તો સાતમ, આઠમ તથા રજાના દિવસોમાં મુસાફરો ની ટ્રાફિક વધારે હશે તો બસો વધારે મૂકવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે મેળાઓ બંધ રહ્યા હતા પરંતુ આ વખતે સરકાર દ્વારા મેળા ઓની છૂટ આપવામાં આવી છે તો મુસાફરો વધારે આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે નોધનીય છે કે પાવાગઢ ખાતે મોટી નવરાત્રીને લઈને મોટી સંખ્યા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના માઈભકતો ઉમટી પડશે.
પંચમહાલ રાજુ સોલંકી