ઉત્તર પ્રદેશના લખમીપુર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતો પર એક શખ્સ કે જેઓ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર હોવાનું જાણવા મળે છે તેઓની કારથી અડફેટમાં આઠ જેટલા ખેડૂતો મરણ પામ્યા છે.
આ ઘટના અતિ ગંભીર છે, આઠ ખેડૂતોના પરિવારજનો આજે નિઃસહાય બન્યા છે. તેઓના પરિવારજનોને આજે ન્યાય મળે અને દોષિતોને પકડીને કડક માં કડક પગલાં ભરી સજા કરવામાં આવે, અને મરણ પામેલા ખેડૂતોને ન્યાય મળે એ હેતુથી ગતરોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગોધરાના સરદાર નગર ખંડ પાસે કાર્યકરો એકત્રિત થયાં હતાં જ્યાંથી જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચની શરૂઆત કરી હતી અને ચર્ચ પાસે આવી “જય જવાન, જય કિસાન” તથા ” ન્યાય આપો ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો” ના જંગી નારાઓ બોલાવ્યા હતા.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને ફુલહાર ચડાવી મરણ પામેલા ખેડૂતોના આત્માને શાંતિ મળે. તેમજ તેઓના પરિવારજનોને દુ: ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
કેન્ડલ માર્ચ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં યોજાઇ હતી જેમાં ગોધરા શહેર પ્રમુખ અજય વસંતાની, જિલ્લા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, ઝોન લઘુમતી સેલના પ્રમુખ મહેબુબ બક્કર, એસવીએસના પ્રમુખ ધર્મેન્દ્ર સોલંકી, જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ અમીન ગુરજી, સલીમભાઇ બેલી, દિનેશભાઇ જાદવ, ઇરફાનભાઇ મન્સુરી, આફતાબભાઇ, જુબેરભાઇ, શોકતભાઇ ભગત સહિતના કાર્યકરો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને ન્યાય અપાવવા માટે માંગણી કરી હતી.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી