Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતી નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાઈ.

Share

બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશની એકતા અખંડિતતા અને સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની કુરબાની કરનાર ભારતના મહાન નેતા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતીએ ગોધરાના મધ્યમાં આવેલ ચર્ચ પાસે ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ મંત્રી રફીક તિજોરીવાલા, એસસી સી ડિપાર્ટમેન્ટ ચેરમેન રાજેશ હડિયલ, પ્રદેશ ઓબીસી મંત્રી ગણપત વકીલ, જિલ્લા સોશિયલ મીડિયા ચેરમેન સની શાહ, પંચમહાલ કોંગ્રેસ મહામંત્રી આબિદ વકીલ, ઉમેશ શાહ, મંત્રી ફારૂક વોરા સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ અર્પિત કરી હતી અને પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દેશસેવાને યાદ કરી શ્રદ્ધા સુમન વ્યક્ત કરવામાં આવેલ. ઉપરાંત ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને જય જવાન જય કિસાનનો નારો આપનારા સરળ વ્યક્તિત્વ ધરાવતા લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસને પણ યાદ કરી સ્વર્ગીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ની તસવીર ને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધા સુમન વ્યક્ત કરવામાં આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જામનગરમાં ભોય સમાજ કેવી રીતે ઉજવે છે હોલિકા મહોત્સવ, જાણો…

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાએ ભાડાપટ્ટે જમીન મેળવી ભાડે આપવાનો નવો ધંધો શરૂ કર્યો…

ProudOfGujarat

ડાકોર રોડ પર એસટી બસે મોપેડને ટક્કર મારતાં કાકા અને ભત્રીજીનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!