Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ પોલીસ અને જિલ્લા સરકારી વકીલ દ્વારા સાયબર ક્રાઈમ અને ઇન્વેસ્ટિગેશન પર લીગલ સેમિનાર યોજાયો.

Share

ગોધરા ખાતે આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે પંચમહાલ પોલીસ અને જિલ્લા સરકારી વકીલ દ્વારા સાયબર ક્રાઈમ અને ઇન્વેસ્ટિગેશન પર લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે અને ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશનના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ વડા અને જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આયોજિત સાઈબર ક્રાઇમ અને ઈન્વેસ્ટીગેશન અને લીગલ સેમિનાર જીલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ મુખ્ય મથક ગોધરા ખાતે યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી જે.આર.શાહ પંચમહાલ જિલ્લાના લોકલાડીલા સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ જિલ્લાના કલેક્ટર સુજલ મયાત્રા પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલ તથા પંચમહાલ જિલ્લાના એડીશનલ શેસન્સ જજ કે.જે.દરજી પંચમહાલ જિલ્લાના સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીના ફોટાને સુતરની આંટી પહેરાવીને તથા દીપ પ્રાગટ્ય કરી મૈત્રેયી ગુરૂકુલમની બાલિકાઓ દ્વારા ખૂબ જ સુંદર વંદના તથા વૈષ્ણવ જન તો ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન તથા સેમિનારનો હેતુ જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જીલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ દ્વારા આજના યુગમાં સાઈબર ક્રાઇમના ગુન્હા વધશે તેવી આશંકા વ્યક્ત કરી હતી અને પોલીસ તથા સરકારી વકીલ ઓને આ બાબતે યોગ્ય કામગીરી નામદાર કોર્ટમાં કરવા સુચન કરેલ આ સાથે હાજર રહેલ ન્યાયધીશ જે‌.આર.શાહ દ્વારા આ પ્રકારના સેમિનાર યોજવા બદલ ડી.ઓ.પી કચેરીને અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રકારના સેમિનાર અવારનવાર થવા જોઈએ તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે હાજર એડીશનલ શેસન્સ જજ કે.જે.દરજી સાહેબ દ્વારા પોલીસ અને સરકારી વકીલઓને નામદાર કોર્ટમાં કરવાની કામગીરી સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. નાયબ જિલ્લા પોલીસ વડા હરપાલસિંહ રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાહુલ સાઠીયા, સાઈબર ક્રાઇમ એક્સપર્ટ નિખીલેશ પટેલ દ્વારા પણ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડી.વાય.એસ.પી ગોધરા વિભાગ હિમાલા જોશી તથા એલ.સી.બી પી.આઈ. કે.પી.જાડેજા તથા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર તથા તમામ સરકારી વકીલ તથા ઓફિસ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નબીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : અપહરણ થયેલ બે બાળકીઓને શોધી કાઢતી આમોદ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર- ફરી એકવાર ચૌટા બજારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!