Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ: શહેરાનગર પાલિકાની ટીમે ફરી એકવાર ઠંડાપીણા,ફરસાણની દુકાનો પર સપાટો બોલાવી અખાદ્ય ચીજવસ્તુઓનો કર્યો નાશ

Share

વિજયસિંહ સોલંકી,શહેરા,

પંચમહાલ ના શહેરા મા નગર પાલિકા દ્વારા નગર વિસ્તાર મા આવેલ કેરી ના જયુસ સહિત ઠંડા પીણાઅને ફરસાણ ની દુકાનો મા ઓચિંતુ ફરી એક વાર ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ પાલિકા ની ટીમ દ્વારા ૨૦ થી વધુ ઠંડા પીણા અને ફરસાણ ના દુકાનદારો સામે સ્વચ્છતા ને લઇને દંડ કરાયો હતો.આજ મહિનામાં બીજી વખત શહેરા નગર પાલિકાના ફુડ ઇન્સ્પેકટરની ટીમે તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લામાં શહેરાનગરમાં આવેલી વિવિધ ઠંડાપીણા,કેરીરસ,ફરસાણ સહિતની દૂકાનોમાં ફરી એકવાર નગરપાલિકાના ફૂડ ઈન્સ્પેકટરની ટીમે દરોડા પાડી ચેંકીગ હાથ ધર્યુ હતું.જેમા કેરીરસ,સહિતનો અખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાને નાશ કરવામા આવ્યો હતો.ઉનાળો આવતા પંચમહાલ જિલ્લામાં ઠેરઠેર ઠંડાપીણા કેરીરસ,જ્યુસ સેન્ટરો સહિતની હાટડીઓ ખુલી જવા પામે છે. શહેરાનગરમાં આ ઠંડાપીણાની હાટડીઓ ઉપર તપાસ હાથ ધરવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.શહેરા નગર નાં બસ સ્ટેશન ,સિંધી ચોકડી ,મેઇન બજાર સહિત અન્ય વિસ્તાર માં આવેલ ફરસાણ અને કેરીના જ્યુસ સેન્ટર સહિત ઠંડા પીણા ની ૨૦ જેટલી  દુકાનો અને હાથલારીમા બપોરે એકાએક
તપાસ હાથ ધરી હતી.જેમા ૩૫ કીલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાસ કરી ક વેપારીઓ પાસેથી ૩૫૦૦ રુપિયાનો દંડ વસૂલવામા આવ્યો હતો,
આજે ફરી એકવાર શહેરા નગરપાલિકાના ફુડ ઇન્સ્પેકટરની ટીમે સપાટો બોલાવતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.શહેરા નગર પાલિકા લોકોના આરોગ્યને લઈ વધુ ને વધુ સજાગ બની રહી હોય તેમ શહેરાનગરવાસીઓમા ચર્ચા ચાલી હતી.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ ખાતે રેલ્વેના દબાણમાં ઘર વિહોણા બનેલા પરિવારોએ કલેક્ટર કચેરી ખાતે ઠાઠરી લઈ વિરોધ પ્રદર્શન કર્યું..!

ProudOfGujarat

ગોધરામાં લોકડાઉનની અસર નહિવત : શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા.

ProudOfGujarat

ખોદી જમીન નીકળો દારૂ – અંકલેશ્વર સેંગપુર ગામના તળાવ પાસે માટીમાં દાટી સંતાડેલ વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!