ચૈત્રી સુદ પુનમ એટલે હનુમાન જંયતી તરીકે ઉજવામા આવે છે. આજે પંચમહાલ જીલ્લામા આવેલા વિવિધ હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામા આવી હતી. પંચમહાલ જીલ્લાના મથક ગોધરા તેમજ તાલુકા મથકો હાલોલ, કાલોલ, શહેરા મોરવા ખાતે પણ આવેલા વિવિધ હનુમાન મંદિરો ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તોનો ધસારો જોવા મળતોહતો. ગોધરા શહેરમા આવેલા વિવિધ હનુમાન મંદિરોમા વહેલી સવારથી આવેલા મદિરો ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતું. ગોધરા શહેરમા સાંપારોડ પાસે એક હનુમાનજીની વિશાળ પ્રતિમા આવેલી છે. ત્યારે ત્યા પણ ભાવિકોનોધસારો જોવા મળ્યો હતો. ગોધરા શહેરમા આવેલા વિવિધ હનુમાન મંદિરોને રોશનીથી શણગારમા આવ્યા હતા.હનુમાનજીની મુર્તિઓને પણ સજાવામા આવી હતી. ભાવિક ભકતો એ હનુમાનજીને તેલ, સિદુર ,તેમજ આંકડાના ફુલ પણ ચઢાવ્યા હતા.અને ધન્યતા અનુભવી હતી. શહેરાનગર ખાતે પણ સિંધી ચોકડી પાસે હનુમાનજી નું મંદિર આવેલું છે ત્યા પણ મોટી સંખ્યામા લોકો દર્શાનાથે ઉમટી પડ્યા હતા. અને તેલ સિંદુર ચઢાવ્યા હતા. જાંબુઘોડા પાસે આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ એવા ઝંડ હનુમાન ખાતે પણ મોટી સંખ્યામા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. અહી હનુમાનજીની ૧૫ ફુટ જેટલી લાંબી પ્રતિમા આવેલી છે. આ પૌરાણિક સ્થળ હોવાનુ પણ માનવમા આવે છે.અને પ્રકૃતિની ખોળે બનાવામા આવેલુ આ ધર્મિક સ્થળ ઝંડ હનુમાનનુ પણ બહુ મહત્વ છે અને લોકોની આસ્થા અને શ્રધ્ધા પણ જોડાયેલી છે.
પંચમહાલ જીલ્લામા ભારે ધામધુમ અને શ્રધ્ધાપુવર્ક હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
Advertisement