હાલોલ શહેરમાં રોડ રસ્તા બાબતે લાંબા સમયથી શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. પંચમહાલ જિલ્લાનું ઔદ્યોગિક હબ ગણાતા હાલોલમાં લોકોની અવરજવર ભારે રહેતી હોય છે. ત્યારે ભંગાર થયેલા, ખોદી કઢાયેલા રસ્તાઓ લાંબા સમયથી બનતાં નથી તેથી આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
હાલોલ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વિશાલ જાદવની આગેવાનીમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે, છેલ્લા દોઢ બે વર્ષથી મુખ્ય માર્ગો સહિત સોસાયટીમાં રસ્તાઓ અને ગટર લાઇન તોડી નાંખવામાં આવી છે જે હજી સુધી બનાવવામાં આવ્યા નથી તેથી જનતાની પરેશાનીને વાચા આપવામાં આવી છે. શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓમાં પાણી ભરાઇ રહે છે તેથી ગંદકી, કિચડ પણ વધ્યા છે. મચ્છરો પણ વધ્યા છે અને મચ્છરોથી મેલેરિયા, ડેન્ગ્યુના રોગ વધી રહ્યા છે આવી શહેરીજનોની સમસ્યાઓ દુર કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જિલ્લા મહામંત્રી મુક્તિ જાદવ, યુવરાજસિંહ સોલંકી, જયદેવસિંહ જાડેજા, લક્ષ્મણસિંહ પરમાર, દિનેશભાઇ ખ્રિસ્તી, રાજેશભાઈ પરમાર, બળવંતસિંહ જાદવ, કૌશલ ઠાકોર, રાજેશભાઈ ચાવડા, હિતેષસિહ પરમાર, ચંદુભાઈ રાઠવા, અશોકભાઈ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી