ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયત દ્વારા ગરીબ લાભાર્થીઓને મળવાપાત્ર લાભથી વંચિત રાખી અને બરોબર મળતિયો સાથે મળી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરેલ હોવાથી ઘોઘંબા તાલુકાના કાનપુર ખાતે રહેતા દિનેશભાઇ બારીયા દ્વારા તા. 7/6/2021 ના રોજ માહિતી અધિકાર અધિનિયમ. 2005 એક્ટ હેઠળ કાનપુર ગ્રામ પંચાયત કચેરી દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો તથા સરકાર દ્વારા ફાળવવામાં આવેલ વિવિધ ગ્રાન્ટ અને કયા કામો માટે વાપરવામાં આવી છે તેના વર્ક ઓર્ડર બીલો, વાઉચર, ઓડિટ રિપોર્ટ, બેંક એકાઉન્ટ, સ્ટેટમેન્ટ, અને વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને આપવામાં આવેલ સહાયની વિગતો નાણાંકીય વર્ષ ના 2017 થી 2021 દરમિયાન બે તબક્કામાં માહિતી માગવામાં આવી છે.
જેમાં વર્ષ 2017 થી 2021 ના નાણાંકીય વર્ષ દરમિયાન વિકાસ લક્ષી કામોની માહિતી માગી હતી પરંતુ સમય મર્યાદા મુજબ માહિતી ન મળતા તા. 22/7/2021 ના રોજ પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબા ને કરવામાં આવી હતી જેથી કાનપુર ગ્રામ પંચાયત કચેરીના માહિતી અધિકારી દ્વારા તા. 29/7/2021 ના રોજ માત્ર ગ્રામસભા, અને ગ્રામપંચાયતના ઠરાવોની માહિતી મોકલવામાં આવી હતી તે અધૂરી અને ખોટી હોવાનું જણાય આવે છે અને પ્રમાણિત કરેલ નકલો નથી અને યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી નથી. ત્યારે ફરી અરજદાર તા. 22/7/2021 ના રોજ પ્રથમ અપીલ ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી ત્યારે તા. 17/8/2021 ના રોજ તલાટી કમમંત્રી અને અરજદારને માંગેલી માહિતી માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કાનપુર ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી દ્વારા માહિતી ન આપવામાં આવતા તાલુકા વિકાસ અધિકારીએ ફરી તારીખ અને મુદત આપવામાં આવી હતી. ત્યારે તા. 25/8/2021 ના રોજ બીજી મુદતમાં પણ કાનપુર ગ્રામપંચાયત કચેરીના તલાટી કમમંત્રી દ્વારા માગેલી માહિતી આપવામાં ન આવતા જેની નોંધ તાલુકા વિકાસ અધિકારીએ લીધી હતી. આમ પ્રથમ અને બીજી અપીલમાં તાલુકા વિકાસ અધિકારીને આટલા સમયમાં તલાટી કમમંત્રી દ્વારા યોગ્ય માહિતી ન આપવામાં આવતા એ સ્પષ્ટ સાબિત થાય છે કે ક્યાંક પંચાયત દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી છે.
આમ કાનપુર ગ્રામપંચાયત દ્વારા લાખો રૂપિયાનો થયેલો ભ્રષ્ટાચાર હલકી ગુણવત્તાના કામો આવાસ અને શૌચાલય બોગસ લાભાર્થીઓને ફક્ત પેપર ઉપર થયેલા કામો પોતાના મળતિયા ઓને વારંવાર અપાયેલા લાભો એમ કુલ મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ગેરવહીવટ અને ગેરરીતિઓ આચરવામાં આવી છે જેની યોગ્ય તપાસ ગાંધીનગર વિજીલન્સ વિભાગ દ્વારા થાય એવી માગણી દિનેશભાઈ કનુભાઈ બારીયા દ્વારા કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી