Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારને મંત્રી પદેથી દૂર કરવા ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાએ આવેદન આપ્યું.

Share

મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર છેલ્લા કેટલાક સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને વિવાદમાં ઘેરાયેલા છે અને ખોટા આદિજાતિના પ્રમાણપત્ર મેળવીને મોરવા હડફની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાઈ આવેલ છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટેમાં હાલ કેસ ચાલુ છે ત્યારે તેઓને મંત્રી પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.

આપવામાં આવેલ અવેદનમાં જણાવ્યા અનુસાર પટેલિયા આદિજાતિ માત્ર દાહોદ જિલ્લામાં જ છે અને તેમાંય તેમની અટકો અલગ અલગ હોય છે. હાલ એકમાત્ર દાહોદ જિલ્લા સિવાય ક્યાંય પટેલિયા જનજાતિ નથી જે 1950 થી લઈને આજદિન સુધીના દરેક સરકારી રેકોર્ડમાં સાબિત થાય છે. નિમિષાબેન સુથારના પિતાનું જાતી પ્રમાણપત્ર હાઈકોર્ટ દ્વારા વિશ્લેષણ સમિતિમાં તપાસ અર્થે મોકલતા વિશ્લેષણ સમિતિ પર રાજકીય દબાણ લાવી જરૂરી અને યોગ્ય પુરાવા ન હોવા છતાં માન્ય કરાવ્યું હતું. આથી તેઓ ખોટા આદિજાતિના પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા હોઈ તેવા સંજોગોમાં રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી જેવા મહત્વનું મંત્રાલય સોંપી શકાય નહીં તેમ સમગ્ર આદિજાતિ સમાજનું માનવું છે, તેમ છતાં તેઓને મંત્રી બનાવતા સમગ્ર આદિજાતિ સમાજની લાગણીને ઠેસ પહોચડવાનું કામ સરકારે કર્યું છે.

Advertisement

જેથી તેઓના વિરુદ્ધ ચાલતા ગુજરાત હાઈકોર્ટના કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી તેઓને મંત્રી પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. જો નિમિષાબેન સુથારને આદિજાતિ મંત્રી તરીકે ચાલુ રાખશે તો છેલ્લા 5 વર્ષથી ખોટા આદિવાસીઓ વિરુદ્ધ સાચા આદિવાસીઓ લડત ચલાવી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે તેઓની લાગણી અને માંગણીની સરકાર દ્વારા ધરાર અવગણના થશે. જેથી વહેલીતકે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજયકક્ષાના આદિજાતિ મંત્રી તરીકે થી દુર કરવામાં આવે તેવી સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસી સમાજમાં માંગ ઉઠી છે.

આવેદન આપતી વેળા ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાના રાજ્યના અધ્યક્ષ ચૈતર વસાવા, શકુંતલા વસાવા જિલ્લા પંચાયત સભ્ય, મુળજીભાઈ રોહિત તાલુકા પંચાયત સભ્ય, નાંદોદ તાલુકા મહિલા મોરચા પ્રમુખ નીકીતા વસાવા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

તાહીર મેમણ, ડેડીયાપાડા


Share

Related posts

तोह इसलिए गई थींं दीपिका पादुकोणे डिप्रेशन में, ब्रेकअप नहीं हैं वजह !

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવમાં અનુ.જાતિઓ પર દમન…? જાણો વધુ…

ProudOfGujarat

અંકલેશ્વરની ૩.૫૦ કરોડ રૂ. ની લુટ મામલે ઇન્કમટેક્સ ક્યારે જાગશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!