ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ખુબ રસાકસીભરી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં જોમ અને જુસ્સાથી લડી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકરો પોતાના પાટનગરમાં પ્રચાર અર્થે જોડાય રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લામાંથી પણ સમયાંતરે દરેક તાલુકાના કાર્યકરો ગાંધીનગર ચૂંટણી પ્રચારની કામગીરીમાં જોડાવા જિલ્લા સંગઠન મંત્રી પાસે નામ નોંધાવ્યા છે. પ્રથમ એક ટીમ ત્રણ દિવસ પ્રચારમાં જોડાયા બાદ બીજી ટીમ ઝોન યુવા સંગઠન મંત્રી ભરતભાઈ રાઠવાની આગેવાનીમાં પંચમહાલ જિલ્લા યુવા મહામંત્રી વિશાલભાઇ સોલંકી, કાલોલ તાલુકા યુવા પ્રમુખ તુષારભાઈ સોલંકી, તુષાર એમ સોલંકી સહિતના કાર્યકરો હાલ ચૂંટણી પ્રચારમાં છે.
આજરોજ બીજી ટીમ કાલોલ તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણની આગેવાનીમાં ગાંધીનગર જવા રવાના થઈ છે. જેમાં તાલુકા લઘુમતી સેલના પ્રમુખ મુસ્તાકભાઇ શેખ, કાલોલ તાલુકા CYSS પ્રમુખ ભાર્ગવ ડામોર, દશરથભાઈ સુથાર કાલોલ તાલુકા પ્રચાર સામગ્રી પ્રમુખ જોડાયા છે.
હવે પછી મોરવા હડફ, શહેરા અને ઘોઘંબા તાલુકાના કાર્યકરો પણ ગાંધીનગર ચૂંટણી પ્રચારની કામગીરીમાં જોડાવાના છે.
પંચમહાલ રાજુ સોલંકી