પંચમહાલ જીલ્લાના હાલોલ નગરના એસ.ટી ડેપો મેનેજર ડ્રાઈવર દ્વારા બસનો ફિક્સ રૂટ આપવામા મામલે રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબી ની ટીમના હાથે આબાદ ઝડપાઈ ગયા હતા. આ મામલે એસીબી પોલીસ ટીમ દ્વારા ડેપો મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હાલોલ ખાતે આવેલા એસ.ટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓને દાહોદથી સુરતના ફિક્સ રૂટ ઉપરથી રોટેશન રૂટ ઉપર ઉતારવામાં આવ્યા હતા. જેથી ફરીયાદી ડ્રાઈવરે હાલોલના એસ.ટી ડેપો મેનેજર હેમંતકુમાર જગદીશચંદ્ર પટેલ ફિક્સ રૂટ આપવા જણાવ્યુ હતું. ફિક્સ રૂટ આપવાના કામે મેનેજર દ્વારા રૂપિયા લાંચની માંગણી કરવામાં આવી હતી. પરંતુ ડ્રાઇવર લાંચ આપવા માંગતા ન હોય તેમને ગોધરા ખાતે આવેલી એસીબી કચેરીનો સંપર્ક સાધ્યો હતો. જ્યા ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરવામા આવ્યુ હતું. જ્યા ડેપો મેનેજર રૂપિયા લાંચ લેતા એસ.ટી વર્કશોપના કમ્પાઉંડમાં ગોધરા એ.સી.બી ની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીએ લાંચની 10,000 ની રકમ રીકવર કરી હતી. પંચમહાલના એસ.ટી.તંત્રમા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી